દીપિકા પણ ગઇ હતી મેટ ગાલા ઇવેન્ટમાં, તેણે પહેર્યા હતા આવાં કપડાં

દીપિકા પાદુકોણે જે ડ્રેસ પહેર્યો હતો તેનાં પર 3D પ્રિન્ટેડ પીસ લાગેલા હતાં.

દીપિકા પાદુકોણે જે ડ્રેસ પહેર્યો હતો તેનાં પર 3D પ્રિન્ટેડ પીસ લાગેલા હતાં.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: મેટ ગાલા 2019 તે સમયે ભારતમાં છવાયુ જ્યારે તેને કારણે પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયામાં છવાઇ ગયા છે. આ વખતે તેમની ફેશન સેન્સથી સોશિયલ મીડિયા ફેન્સ ખુશ નથી તેઓ તેનાંથી નારાજ છે અને તેમની મજાક પણ ઉડાવી રહ્યાં છે. તેમનો મેકઅપ પણ ઘણો હટકે છે.

  દીપિકાનાં ગાઉનની વાત કરીએ તો આ કસ્ટમ મેડ ગાઉન છે. તેને Zac Posen દ્વારા દીપિકા માટે ખાસ બનાવવામાં આવ્યું છે. મેટ ગાલાનાં પિંક કાર્પેટ પર દરેક સ્ટાર્સ તેમની અતરંગી સ્ટાઇલમાં જોવા મળ્યા હતાં પણ  એક્સપેરિમેન્ટલ હોવા છતા દીપિકા સિમ્પલ રમી હતી. કારણ કે તેનો સ્ટાઇલ હટકે હોવાની સાથે સાથે એવો હતો જેને આપ સમજી શકો છો.  દીપિકાની આ ડ્રેસ પર 3D પ્રિન્ટેડ પીસ લાગેલા તાં. જે એમ્બ્રોડરી લૂક આપતા હતાં. દીપિકા પાદુોકણે આ લૂકને બાર્બીથી કંપેર કરી શકાય છે. જોકે અન્ય સ્ટાર્સની સરખામણીએ સિમ્પલ લૂકમાં હોવાને કારણે દીપિકા એટલી ચર્ચામાં
  નથી.
  Published by:Margi Pandya
  First published: