મુંબઇ: એક્ટર રણવીર સિંહનો 33મો જન્મ દિવસ હતો 6 જુલાઇનાં રોજ. એક તરફ બોલિવૂડ સ્ટાર્સે તેને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. તો ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણે તેને સ્પેશલ અંદાજમાં વિશ કર્યુ હતું. દીપિકા પાદુકોણેએ રણવીરને જન્મ દિવસ પર ખુબ ડાન્સ કર્યો હતો. આ ડાન્સનો વીડિયો તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની સ્ટોરીમાં શેર કર્યો હતો.
દીપિકાની આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને તેનાં એક ફેન પેજે શેર કરી હતી. દીપિકાએ આ સ્ટોરી ઉપર લખ્યું હતું, હે હોટી રણવીર.. આજે તારો બર્થ ડે છે.
આપને જણાવી દઇએ કે આ વર્ષનાં અંત સુધીમાં રણવીર-દીપિકા લગ્ન કરી લે તેવી વાતો છે. આ માટે બંને પરિવાર વચ્ચે વાત ચીત પણ થઇ ગઇ છે. સોર્સિસની માનીયે તો તેઓ નવેમ્બર મહિનામાં લગ્ન કરી લેશે.