Home /News /entertainment /દિપીકા કક્કડનું થયું હતું મિસકેરેજ, બીકના કારણે છુપાવી હતી પ્રેગ્નેન્સી; શોએબ ઇબ્રાહિમે કર્યો ચોંકાવનારો ખુલાસો
દિપીકા કક્કડનું થયું હતું મિસકેરેજ, બીકના કારણે છુપાવી હતી પ્રેગ્નેન્સી; શોએબ ઇબ્રાહિમે કર્યો ચોંકાવનારો ખુલાસો
Photo : @ms.dipika
Instagram
Dipika Kakar Pregnant : ટીવીના પોપ્યુલર કપલ દીપિકા કક્કર (Dipika Kakar) અને શોએબ ઇબ્રાહિમના (Shoaib Ibrahim) ઘરે જલ્દી જ પારણુ બંધાવાનું છે. કપલે પોતાના પેરેન્ટ્સ બનવાના સમાચાર પર મહોર મારી દીધી છે. જો કે આ બધા વચ્ચે શોએબે પોતાના લેટેસ્ટ વ્લોગમાં ખુલાસો કર્યો છે કે તેની વાઇફે ગયા વર્ષે મિસકેરેજ જેવા ભયાનક દુખનો સામનો કરવો પડ્યો હતો.
સસુરાલ સિમરન કા (Sasural Simarn Ka)થી જાણીતી થયેલી દીપિકા કક્કડ (Dipika Kakar) ટૂંક સમયમાં જ માતા બનવાની છે. આ જાણકારી તેણે પોતે જ આપી છે. દીપિકા લગ્નના 4 વર્ષ બાદ માતા બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં દંપતી સહિત તેનો આખો પરિવાર ખૂબ ખુશ છે.
આ દરમિયાન દીપિકાના પતિ શોએબ ઇબ્રાહિમે પોતાની પત્નીની પહેલી પ્રેગ્નેન્સી વિશે ઘણી વાતો કરી હતી અને શા માટે તેણે આટલી મોટી ખુશી લોકોથી છુપાવી રાખી હતી તેનો ખુલાસો કર્યો હતો. તેણે યુટૂયબ પર વિડીયો અપલોડ કરી કસુવાવડ અને ફરી પ્રેગ્નેન્સી અંગે માહિતી આપી છે.
શોએબે તેની યુટ્યુબ ચેનલ પરથી વ્લોગ શેર કર્યો હતો. જેમાં તે દીપિકાની પ્રેગનન્સી વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં શોએબે દીપિકાની પ્રેગનન્સી છૂપાવવાનું કારણ પણ જણાવ્યું છે.
" isDesktop="true" id="1325144" >
વિડીયોમાં શોએબ પહેલાં જણાવે છે કે, તેણે લાંબા સમય સુધી કેમ કોઈ વિડીયો શેર નથી કર્યો. તે દીપિકાની ગર્ભાવસ્થા પાછળનું કારણ સમજાવે છે અને તેનું પહેલું બાળક આવવાનું હોવાના સારા સમાચાર આપે છે.
વિડીયોમાં દીપિકા શોએબના સૂરમાં સૂર મિલાવતી જોવા મળે છે. શોએબ વિડીયોમાં આગળ કહે છે કે, અમને ત્રણ મહિના સુધી પ્રેગ્નેન્સી છુપાવવા માટે કહેવામાં આવ્યું હતું. આપણા વડીલો કહે છે કે 3 મહિના સુધી ગર્ભાવસ્થા વિશે વાત ન કરવી જોઈએ. તેથી અમે આ વાતને ત્રણ મહિના સુધી ગુપ્ત રાખી હતી. પરંતુ હવે બધુ બરાબર થઇ ગયું છે, બધા ટેસ્ટ નોર્મલ થઇ ગયા છે, અમે અમારા ફેન્સને સારા સમાચાર આપવા માંગીએ છીએ કે દીપિકા પ્રેગનેન્ટ છે.
ગત વર્ષે દીપિકાને થઈ હતી કસુવાવડ
વિડીયોમાં શોએબે એ પણ ખુલાસો કર્યો છે કે, દીપિકાને ગયા વર્ષે કસુવાવડનું દુ:ખ સહન કરવું પડ્યું હતું. શોએબે પરિવારના દુ:ખ અંગે જાણકારી આપી હતી. દીપિકાને ગયા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચના અંતમાં કસુવાવડ થઈ હતી. તે 6 અઠવાડિયાની ગર્ભવતી હતી. આવી સ્થિતિમાં બાળકને ગુમાવવું દુ:ખદ હતું. તેથી અમે આ વખતે થોડી સાવચેતી રાખી રહ્યા હતા, પરંતુ હવે બધું બરાબર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર