જિયા ખાનના અંતિમ સંસ્કારમાં પહેરેલા કપડાની દીપિકા પાદુકોણે હરાજી કરતાં ચાહકો ખફા, ફેન્સે કહ્યું કોઈ જરૂરિયાતમંદને આપી દીધા હોત તો

Deepika Padukone Trolls: દીપિકા પાદુકોણ આ હરાજીથી પ્રાપ્ત થયેલ રકમ ‘Live Love Laugh Foundtaion’માં ડોનેટ કરી દેશે.

Deepika Padukone Trolls: દીપિકા પાદુકોણ આ હરાજીથી પ્રાપ્ત થયેલ રકમ ‘Live Love Laugh Foundtaion’માં ડોનેટ કરી દેશે.

  • Share this:
થોડા સમયમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની અનેક મોટી ફિલ્મો રીલીઝ થવાની છે. દિપીકા ફિલ્મ ‘ફાઈટર’માં ઋતિક રોશન સાથે અને ફિલ્મ ‘પઠાન’માં શાહરૂખ ખાન (Shah Rukh Khan) સાથે દમદાર અવતારમાં જોવા મળશે. હાલમાં દીપિકા પાદુકોણ ફિલ્મોની સાથે અન્ય એક કારણસર ખૂબ જ ચર્ચામાં છે. દીપિકા પાદુકોણ પોતાના જૂના કપડાની હરાજી કરી રહી છે. દીપિકા પાદુકોણ આ હરાજીથી પ્રાપ્ત થયેલ રકમ ‘Live Love Laugh Foundtaion’માં ડોનેટ કરી દેશે.

આ સારા કાર્ય અંગે દીપિકા પાદુકોણ ખૂબ જ વિવાદોમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી રહી છે. કેટલાક યૂઝર્સ દીપિકા પાદુકોણને ચીપ કહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક યૂઝરે દાવો કર્યો છે, કે જે કપડાની હરાજી કરવામાં આવી છે, તે કપડા દીપિકાએ જિયા ખાન અને પ્રિયંકા ચોપડાના પિતા અશોક ચોપડાના અંતિમ સંસ્કારમાં પહેર્યા હતા.

આ પણ વાંચો- સંગીતકાર A.R. Rahman અને Annie Lennoxએ કરેલા ઇવેન્ટમાં કોવિડ રાહત ફંડ માટે 5 મિલિયન એકત્ર કર્યાઆ અંગે શરણ્યા શેટ્ટી નામની ટ્વિટર યૂઝરે એક ટ્વિટ કર્યું છે. શરણ્યાએ ટ્વિટમાં લખ્યું છે કે, હું ખૂબ જ હેરાન છું. મારી ફેવરિટ અભિનેત્રી દીપિકા પાદુકોણે 2013ના કપડાની હરાજી કરી છે. તેમના આ કપડા ડિઝાઈનર નથી.તેમણે વર્ષ 2013માં આ કપડા બે અલગ અલગ અંતિમ સંસ્કાર દરમિયાન પહેર્યા હતા. આ ટ્વિટ જોયા બાદ યૂઝર્સ દીપિકા પાદુકોણથી નારાજ છે. દીપિકા પાદુકોણ પ્રત્યે અનેક યૂઝર્સે ગુસ્સો વ્યક્ત કર્યો છે.

એક યૂઝરે ટ્વિટ પર કમેન્ટ કરી છે, કે ‘ચેરિટી માટે છે તેવું કહીને જસ્ટિફાય કરવાની કોશિશ ના કરો. તમે આ ડ્રેસ પણ દાન કરી શકતા હતા.’ એક અન્ય યૂઝરે કમેન્ટ કરી છે, કે 14-15 વર્ષ જૂના જૂતા અને કપડાની હરાજી કરવાનો શું મતલબ? તમે કોઈ સર્વન્ટ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આપી શકતા હતા. આ અંગે ટ્વિટર પર અનેક યૂઝરે પ્રતિક્રિયા આપીને દીપિકા અંગે નારાજગી વ્યક્ત કરી છે.
Published by:Kaushal Pancholi
First published: