Home /News /entertainment /

દિપેશ ભાનની પત્ની પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, પત્ની પાસે નોકરી નથી અને લાખોની હોમ લોન ચૂકવવાની છે

દિપેશ ભાનની પત્ની પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, પત્ની પાસે નોકરી નથી અને લાખોની હોમ લોન ચૂકવવાની છે

દિપેશ ભાનની પત્ની પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.

‘ભાભીજી ઘરે પર હૈ’ (Bhabi Ji Ghar Par Hai)ના મલખાન એટલે કે દિપેશ ભાન (Deepesh Bhan)નું અચાનક નિધન થઈ ગયું છે. ફેન્સ હોય કે પરિવારના લોકો કોઈ આ વાત પર વિશ્વાસ નથી કરી શકતું તે તેમના કો-સ્ટાર્સ ‘મલખાન’ હવે તેમની વચ્ચે નથી રહ્યા. દિપેશ કેટલો ખુશહાલ વ્યક્તિ હતો, એ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી ખબર પડી જાય છે, જે જિંદગીની દરેક ક્ષણમાં ખુશી શોધે છે.

વધુ જુઓ ...
    ‘ભાભીજી ઘરે પર હૈ’ (Bhabi Ji Ghar Par Hai)ના મલખાન એટલે કે દિપેશ ભાન (Deepesh Bhan)નું અચાનક નિધન થઈ ગયું છે. ફેન્સ હોય કે પરિવારના લોકો કોઈ આ વાત પર વિશ્વાસ નથી કરી શકતું તે તેમના કો-સ્ટાર્સ ‘મલખાન’ હવે તેમની વચ્ચે નથી રહ્યા. દિપેશ કેટલો ખુશહાલ વ્યક્તિ હતો, એ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી ખબર પડી જાય છે, જે જિંદગીની દરેક ક્ષણમાં ખુશી શોધે છે. લોકોના ચહેરા પર હાસ્ય લાવનાર દિપેશના પરિવારને આઘાત લાગ્યો છે, આ આઘાતમાંથી બહાર આવવામાં કેટલો સમય લાગશે એ તો નથી ખબર પરંતુ તેમને 18 મહિનાના એક નાના બાળક અને પત્નીને આ સંસારમાં એકલા છોડીને જતા રહ્યા છે, જેની અત્યારે રડી રડીને ખરાબ હાલત છે.

    દિપેશ ભાન (Deepesh Bhan)ના નિધનથી ‘ભાભીજી ઘર પર હૈ’ની ટીમની સાથે ટીવી ઈન્ડસ્ટ્રીને પણ આઘાત લાગ્યો છે. સૌમ્યા ટંડનથી માંડી શુંભાગી, રોહિતાષ ગૌર, આસિફ શેખ સુધી શોના ઘણા કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે. ક્રિકેટ રમતા સમયે દિપેશ ભાને છેલ્લા શ્વાસ લીધા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે, દિપેશ ભાનની પત્ની ભાંગી પડી છે. તેની પાસે હોમ લોન છે, જેને ચૂકવવાની છે અને સાથે 18 મહિનાના એક નાના બાળકની જવાબદારી પણ છે.

    શોમાં અનીતા ભાભીનો રોલ નિભાવી ચૂકેલ સૌમ્યા ટંડનને જ્યારે દિપેશ ભાનના મૃત્યુના સમાચાર મળ્યા તો તેણે વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ઈ-ટાઈમ્સ સાથે વાત કરતા તેણે કહ્યું, આ સમાચાર પછી તે એકદમ આઘાતમાં સરી પડી છે. તેણે જણાવ્યું કે, દિપેશની પત્ની અને દીકરાની જિંદગીનું શું થશે. આ ખરેખર ઘણું ખોટું થયું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન તેમણે આ સહન કરવાની હિંમત આપે. દિપેશ ઘણો દયાળુ અને સારો વ્યક્તિ હતો. તે ખરેખર હીરો હતો.

    રિપોર્ટમાં એક સોર્સનો હવાલો આપતા જણાવ્યું કે, દિપેશ ભાનની પત્ની ભાંગી પડી છે. તેની પાસે હોમ લોન છે, જેને ચૂકવવાની પરંતુ તેની પાસે નોકરી નથી અને અત્યારે તે કંઈ કામ પણ નથી કરી રહી. તે માત્ર ઘર સંભાળી રહી હતી. હોમલોનની સાથે તેના પર દીકરાની પણ જવાબદારી છે.

    ઉલ્લેખનીય છે કે દિપેશ ભાનના વર્ષ 2018માં લગ્ન થયા હતા. દિપેશ ભાનની પત્ની આ ઈન્ડસ્ટ્રીનો ભાગ નથી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Dipesh bhan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन