Home /News /entertainment /પ્રેગનેન્સીમાં સેમી ન્યૂડ થઇ ટીવીની સીતા, Viral Video જોઇને ભડકેલા લોકોએ કરી ન કરવાની કોમેન્ટ્સ

પ્રેગનેન્સીમાં સેમી ન્યૂડ થઇ ટીવીની સીતા, Viral Video જોઇને ભડકેલા લોકોએ કરી ન કરવાની કોમેન્ટ્સ

ફોટો : @debinabon

ટીવીની સીતા તરીકે ફેમસ એક્ટ્રેસ દેબીના બેનર્જી આ વર્ષે એપ્રિલમાં પુત્રીને જન્મ આપ્યા બાદ ફરી પ્રેગનેન્ટ છે. ઘણા લોકો એક જ વાતને લઈને સવાલ કરી રહ્યા છે કે તે આટલી જલ્દી પ્રેગ્નન્ટ કેવી રીતે થઈ ગઈ?

    ટીવી સીરિયલ 'ચિડિયાઘર'માં મયુરી અને 'રામાયણ'માં સીતાનું પાત્ર ભજવીને ઘરે-ઘરે ફેમસ થયેલી એક્ટ્રેસ દેબીના બેનર્જીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં તે પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવી રહી છે.

    આ ફોટોશૂટનો બિહાઇન્ડ ધ સીનનો વીડિયો છે, જેને જોઈને લોકો દેબિનાને ઘણું બધું સંભળાવી રહ્યા છે. કેટલાક તેને બેશરમ કહી રહ્યા છે અને કેટલાક તેના પર આરોપ લગાવી રહ્યા છે કે તેઓ પ્રેગનેન્સીને તેમની કમાણીનું માધ્યમ બનાવી રહ્યા છે.

    આ પણ વાંચો : ટૉપલેસ થઇને ઉર્ફીએ ફરી મચાવી તબાહી, Videoમાં જુઓ હવે કરી શું કરામત

    શું છે દેબીના બેનર્જીના વીડિયોમાં?


    દેબિના બેનર્જીએ પોતે શેર કરેલા વિડિયોમાં, તે બ્લેક ટ્યુબ ટોપમાં અને તેની સાથે મેચિંગ થાઇ હાઇ સ્ટોકિંગ્સ સાથે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેણે વ્હાઇટ ઓવરશર્ટ અને બ્લેક હાઈ હીલ્સ પણ પહેરી છે. સાથે જ તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે. દેબિનાએ વિડિયોને કૅપ્શન આપ્યું છે, "Capturing the miracles !"



    સોશિયલ મીડિયા યુઝર્સે કરી આવી કોમેન્ટ્સ


    દેબીનાના વિડિયો પર કોમેન્ટ કરતા એક ઈન્ટરનેટ યુઝરે લખ્યું, "આ મેડમે સીતાજીની ભૂમિકા ભજવી છે. શરમ ન આવી. તેનો તો થોડો ખ્યાલ રાખવો હતો." એક યુઝરે કોમેન્ટ કરી, "પૈસા માટે કંઈપણ...ખૂબ જ શરમજનક." એક યુઝરે લખ્યું, "પૈસા કમાવવાની નવી રીતો."

    એક યુઝરે કોમેન્ટ કરી, "શરમ આવવી જોઇએ, આ ભારતીય કલ્ચર નથી." એક યુઝરે લખ્યું છે કે, " પ્રેગ્નેન્સીથી પૈસા કમાય છે.", એક યુઝરની કોમેન્ટ છે કે, "આ લોકોએ શું શરૂ કર્યું છે." એક યુઝરે કોમેન્ટ કરી, "બેશરમીની પણ એક હદ હોય છે. દરેક વસ્તુની મજાક બનાવી દીધી છે. આવા લોકો ફોટોશૂટ કરાવવામાં ખૂબ ગર્વ અનુભવે છે. કયામતની નિશાની છે આ બધુ... અલ્લાહ રહેમ કરો."

    આ પણ વાંચો : પ્રિયંકા કરતાં તેના અમેરિકન બોડીગાર્ડની વધુ ચર્ચા, હોલીવુડના આ સુપરહીરો સાથે થઇ રહી છે તુલના

    ગુરમીત ચૌધરીની પત્ની છે દેબીના


    35 વર્ષીય દેબીના બેનર્જી 2005થી ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તેણે સૌપ્રથમ તમિલ ટીવી સિરિયલ 'માયાવી'માં કામ કર્યું હતું. આ પછી તે ટીવીના પોપ્યુલર કોમેડી શો 'ચિડિયાઘર'માં મયુરીના રોલમાં જોવા મળી હતી. દેબીના 2008ની ટીવી સીરિયલ 'રામાયણ'માં માતા સીતાના રોલમાં જોવા મળી હતી અને આ પાત્રને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.



    આ સીરિયલ દરમિયાન તેને ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલા ગુરમીત ચૌધરી સાથે પ્રેમ થઈ ગયો અને 2011માં બંનેએ લગ્ન કરી લીધા. 3 એપ્રિલ 2022 ના રોજ, દેબીના અને ગુરમીતના પ્રથમ બાળક તરીકે પુત્રીનો જન્મ થયો, જેનું નામ તેઓએ લિયાના રાખ્યું. દેબીના ફરી એકવાર પ્રેગનેન્ટ છે અને ટૂંક સમયમાં ગુરમીતના બીજા બાળકને જન્મ આપશે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bold photo shoot, Photoshoot, Pregnancy, Tv actress

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन