Home /News /entertainment /

મિર્ઝાપુરના 'લલિત' ઉર્ફે બ્રહ્મા મિશ્રાનું નિધન, દિવ્યેન્દુ શર્માએ વ્યક્ત કર્યો શોક

મિર્ઝાપુરના 'લલિત' ઉર્ફે બ્રહ્મા મિશ્રાનું નિધન, દિવ્યેન્દુ શર્માએ વ્યક્ત કર્યો શોક

મિર્ઝાપુર વેબ સીરિઝથી બ્રહ્મા મિશ્રાને ઓળખ મળી હતી, (તસવીર- Instagram @divyenndu) )

Brahma Mishra passed away: બ્રહ્મા મિશ્રા (Brahma Mishra)એ હમણાં જ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના અચાનક નિધનના સમાચારથી તેમના પ્રિયજનોને આઘાત લાગ્યો છે. બ્રહ્મા મિશ્રાના ચાહકોથી લઈને ઈન્ડસ્ટ્રી(entertainment industry)ના ઘણા દિગ્ગજો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હાલ બ્રહ્મ મિશ્રાના મૃત્યુ (Brahma Mishra death)નું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

વધુ જુઓ ...
Brahma Mishra passed away: લોકપ્રિય વેબ સિરીઝ 'મિર્ઝાપુર (Mirzapur)’માં 'લલિત'ની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત થયેલા અભિનેતા બ્રહ્મા મિશ્રાનું નિધન થયું છે. સીરીઝના મુખ્ય અભિનેતા દિવ્યેન્દુ શર્મા (Divyenndu Sharma)એ આ માહિતી પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા શેર કરી હતી અને બ્રહ્મા મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

દિવ્યેન્દુ શર્માએ ઇન્સ્ટા પર બ્રહ્મા મિશ્રા સાથેની પોતાની તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે, 'આરઆઈપી બ્રહ્મા મિશ્રા. અમારો લલિત હવે નથી રહ્યો... ચાલો આપણે બધા તેમના માટે પ્રાર્થના કરીએ."

Brahma Mishra, Mirzapur, Divyenndu Sharma, Brahma Mishra passed away, Lalit
Instagram Screenshot


આ  પણ વાંચો: કેટરીના કૈફ સાથે લગ્ન વિક્કી કૌશલ માલામાલ બની જશે, આટલા કરોડના માલિક બનશે કપલ

તમને જણાવી દઈએ કે, બ્રહ્મા મિશ્રાએ હમણાં જ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના અચાનક નિધનના સમાચારથી તેમના પ્રિયજનોને આઘાત લાગ્યો છે. બ્રહ્મા મિશ્રાના ચાહકોથી લઈને ઈન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બ્રહ્મા મિશ્રાના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો: PMOના 5 અધિકારીઓ વિકી કૌશલ-કેટરિના કૈફના લગ્નમાં હાજરી આપશે! કડક સુરક્ષા વ્યવસ્થા

ઉલ્લેખનીય છે કે બ્રહ્મા મિશ્રાએ બદ્રીનાથ કી દુલ્હનિયા, દંગલ, માંઝી અને હવાઈઝાદા જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ વાસ્તવિક ઓળખ વેબ સિરીઝ મિર્ઝાપુરથી મળી હતી. આ સિરીઝમાં બ્રહ્મા મિશ્રાના પાત્ર લલિતથી દર્શકો પ્રભાવિત થયા હતા. જ્યારે તેના ચાહકો અભિનેતાની અન્ય ફિલ્મો રજૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું.
Published by:Riya Upadhay
First published:

Tags: Entertainemt News, Mirzapur, મનોરંજન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन