Utpal Dutt Death Anniversary: ઉત્પલ દત્તની ફિલ્મમાં અમિતાભ બચ્ચન હતા સપોર્ટિવ એક્ટર, 70ના દશકમાં હતી બોલબાલા

Utpal Dutta Death Anniversary

ઉત્પલ દત્તના નાટકો લોકોને પસંદ પડ્યા પણ સરકારો તેમનાથી નારાજ રહેતી હતી. તેમના દ્વારા લખાયેલા એક નાટકે તે સમયની સરકારને હચમચાવી દીધી હતી,

  • Share this:
ઉત્પલ દત્ત (Uttpal Dutt) એક પ્રખ્યાત હિન્દી અને બંગાળી ફિલ્મ અભિનેતા હતા. તેમણે 'ગોલમાલ' (Golmal), 'પ્રિયતમા' (Priyatama), 'દો અંજાને' (Do Anjane) જેવી ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું છે. આજે ઉત્પલ દત્તની પુણ્યતિથિ (Utpal Dutt Death Anniversary) છે. ફિલ્મ 'ગોલમાલ'માં ઉત્પલ દત્તને યાદ કરતાં હજી પણ ચહેરા પર હાસ્ય આવી જાય છે. એક અભિનેતા હોવા ઉપરાંત ઉત્પલ દત્ત રાજનૈતિક કાર્યકર્તા પણ હતા. જેની ઝલક તેમની ફિલ્મોમાં પણ જોવા મળે છે.

આ પણ વાંચો-મુંબઈમાં સેક્સટોર્શન રેકેટનો થયો પર્દાફાશ: ડિમાન્ડ પર હતા સ્ટાર્સના ન્યૂડ વિડીયો

વર્ષ 1940માં ઉત્પલ દત્ત અંગ્રેજી થિયેટરમાં જોડાયા અને અભિનયની શરૂઆત કરી હતી. ઉત્પલ દત્તને શેક્સપિયર સાહિત્યનો ખૂબ લગાવ હતો. આ સમય દરમિયાન તેમણે થિયેટર કંપની સાથે ભારત અને પાકિસ્તાનમાં ઘણા નાટકો ભજવ્યા હતા. 1950 પછી તે એક પ્રોડક્શન કંપનીમાં જોડાયા અને તેમણે બંગાળી ફિલ્મોમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી. વર્ષ 1950માં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મધુ બોઝે તેમને તેમની ફિલ્મ 'માઈકલ મધુસુદન'માં મુખ્ય ભૂમિકા આપી, જેની ખૂબ પ્રશંસા થઈ હતી. ત્યારબાદ ઉત્પલ દત્તે સત્યજીત રેની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ઉત્પલ દત્ત હિન્દી સિનેમામાં એક મહાન હાસ્ય કલાકાર તરીકે જાણીતા હતા. જોકે તેમણે ખુબ ઓછી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.



ઉત્પલ દત્તે ઘણા વર્ષો સુધી હિન્દી સિનેમામાં કોમેડી ભૂમિકાઓ ભજવી હતી. અમિતાભ બચ્ચનની પ્રથમ ફિલ્મ 'સાત હિન્દુસ્તાની'માં પણ તેઓ એક હિન્દુસ્તાની હતા. જોકે, આમ જોવા જઈએ તો ઉત્પલ મુખ્ય ભૂમિકામાં હતા અને અમિતાભ બચ્ચન સહિત અન્ય તમામ કલાકારો સહાયક ભૂમિકામાં હતા. એ જ રીતે, 70ના દાયકામાં જે ફિલ્મો દ્વારા ભારતીય સિનેમાનો પાયો નાંખવામાં આવ્યો, તે ફિલ્મોના મુખ્ય અભિનેતા ઉત્પલ દત્ત જ હતા.

આ પણ વાંચો- Bell Bottom: જોવા મળ્યું ઇન્દિરા ગાંધીનું રિઅલ કેરેક્ટર, કોઇ જ તોડ નથી- ડિરેક્ટર
આ પણ વાંચો- લીઝા હેડનથી માંડી નેહા ધૂપિયા સુધી, જ્યારે હસિનાઓએ શેર કરી 'બ્રેસ્ટફીડિંગ' PHOTOS અને મચી ગઇ બબાલ


ઉત્પલ દત્તના નાટકો લોકોને પસંદ પડ્યા પણ સરકારો તેમનાથી નારાજ રહેતી હતી. તેમના દ્વારા લખાયેલા એક નાટકે તે સમયની સરકારને હચમચાવી દીધી હતી, જેનું નામ હતું 'કલ્લોલ'. જેમાં નૌસેનાના સૈનિકોનો બળવો બતાવાયો હતો અને તત્કાલીન કોંગ્રેસ સરકારને નિશાન બનાવાઈ હતી. જેને લઈને બંગાળમાં કોંગ્રેસ સરકારે 1965માં ઉત્પલ દત્તને કેટલાક મહિનાઓ માટે કેદ કર્યા હતા. 1967માં જ્યારે બંગાળ વિધાનસભાની ચૂંટણી યોજાઈ, ત્યારે કોંગ્રેસ સરકારને હારનો સામનો કરવો પડ્યો હતો.
Published by:Margi Pandya
First published: