Death Anniversary: મોહમ્મદ રફીનાં તે સદાબહાર ગીતો, જેને આજની પેઢીનાં લોકોની પણ જીભે છે

આજે મહાન સિંગર મોહમ્મદ રફી (Mohammad Rafi)ની 41મી પુણ્યતિથિ છે. આવો આ સમયે મહાન ગાયકનાં કેટલાંક સદાબહાર ગીતો પર એક નજર કરીએ. આ ગીતો આજની પેઢીનાં લોકોની વચ્ચે પણ એટલાં જ પોપ્યુલર છે.

આજે મહાન સિંગર મોહમ્મદ રફી (Mohammad Rafi)ની 41મી પુણ્યતિથિ છે. આવો આ સમયે મહાન ગાયકનાં કેટલાંક સદાબહાર ગીતો પર એક નજર કરીએ. આ ગીતો આજની પેઢીનાં લોકોની વચ્ચે પણ એટલાં જ પોપ્યુલર છે.

  • Share this:
    નવી દિલ્હી: લીજેન્ડ સિંગર મોહમ્મદ રફી (Mohammad Rafi)નો 41 વર્ષ પહેલાં 31 જુલાઇ 1980નાં અંતિમ શ્વાસ લીધા હતાં. ચાર દાયકા બાદ પણ રફીનું હુનર આજે પણ ચર્ચામાં હોય છે. જાહેર છે કે તેમનો જન્મ ગાવાં માટે જ થયો હતો. મોહમ્મદ રફીએ ઘણી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે. જેમાં તેમણે કૂલ 7,405 ગીતો ગાયા છે જેમાંથી 4334 ગીતો તેમણે હિન્દીમાં ગાયા છે. અને 70 ગીતો તો એવાં છે જેની કોઇ સત્તાવાર એલપી રેકોર્ડ નથી. અને તેને ક્યારેય યૂટ્યૂબ (YouTube) પર અપલોડ નથી કરાયા.

    મીડિયા રિોપર્ટ્સ અનુસર, ઓલ ઇન્ડિયા રેડિયો, ઉર્દૂ સર્વિસ અને વિવિધ ભારતીની પાસે પણ એવાં ઘણાં ગીતો નથી જે રફી સાહેબે ગાયા હતાં. જ્યારે રફીનાં સદાબહાર ગીતોની પસંદગી કરવાની વાત આવે છે તો ઘણાં કન્ફ્યૂઝ થઇ શકે છે, કારણ કે તેમણે ઘણાં બધા શાનદાર ગીતો ગાયા છે. પણ આજે તેમનાં પાંચ એવાં સુંદર ગીતો વિશે વાત કરીએ જે સૌ કોઇનાં દિલમાં અકબંદ છે. આપ પણ આ ગીતોનો આનંદ ઉઠાવો

    1. ચુરા લિયા હૈ તુમને જો દિલ કો..



    2. લિખે જો ખત તૂજે વો તેરી યાદ મે..



    3. પરદા હૈ પરદા...પરદે કે પીછે.. 



    4. અભી ના જાઓ છોડકર...



    5. એહસાન તેરા હોગા મુજ પર...



    મોહમ્મ્દ રફીએ આ ગીતો ઉપરાંત 'પત્થર કે સનમ તુજે હમને... ', 'યે ચાંદ સા રોશન ચેહરા..', 'છુપ ગયે સારે નઝારે... ', યે દિલ તુમ બિન કહીં લગતા નહીં..., 'હમ ભી અગર બચ્ચે હોતે..'મેરે દુશ્મન તૂ મેરી દોસ્તી કો તરસે..' જેવાં ઘણાં સદાબહાર ગીતો ગાયા છે. જેને સાંભળવું આજની પેઢીને પણ પસંદ છે. રફી સાબ એક સુંદર ગાયક હોવાની સાથે એક ઉત્તમ નેકદિલ વ્યક્તિ પણ હતાં. આમ તો તેમની નેકીનાં ઘણાં કિસ્સા પ્રખ્યાત છે. પણ ચાલો એક આજે યાદ કરતાં આપને જણાવીએ.

    રફી સાબહ આપ એક ગીત સંભળાવી દો, મારા બાળકોનું એડમિશન થઇ જશે- મુંબઇ શહેરની વાત છે રફી સાહબની સિદ્ધિ તે સમયે બુલંદીઓ પર તી. તેમની સાથે કામ કરનારા એક સાધારણ વ્યક્તિનાં બાળકનાં એડમિશનની સિફારિશ માટે તેણે તેમને કહ્યું. રફી સાહેબે પુછ્યું- મારા કહેવાતી તારા બાળકોનું એડમિશન થઇ જશે? તે વ્યક્તિએ કહ્યું- હા બિલકુલ થઇ જશે, બસ તમારે મારી સાથે સ્કૂલે આવવું પડશે. રફી સાહબ ખુબજ સહજતાથી તૈયાર થઇ ગયા. અને બાળકોનાં એડમિશન માટે જવાની હા પાડી દીધી.

    રફી સાહબ જ્યારે સ્કૂલ પહોચ્યા તો, સ્કૂલનાં પ્રિન્સિપલે કહ્યું- આપ બસ એક ગીત સંભળાવી દો અમે બાળકોનું એડમિશન કરાવી દઇશું. તેમણે પુછ્યું- હામોનિયમ છે? સામે જવાબ આવ્યો હા. બસ પછી રફી સાહબ બેસી ગયા અને આખી સ્કૂલને તેમણે ગીત સંભળાવ્યું. બાળકોનું એડમિશન થઇ ગયું
    Published by:Margi Pandya
    First published: