Home /News /entertainment /

Death Anniversary: મુંબઈ પોલીસને કેસેટ કિંગ ગુલશન કુમારની હત્યાની અગાઉથી જ જાણ હતી!

Death Anniversary: મુંબઈ પોલીસને કેસેટ કિંગ ગુલશન કુમારની હત્યાની અગાઉથી જ જાણ હતી!

ગુલશન કુમારની હત્યા આજે પણ એક રહસ્ય

આ હત્યા ખંડણી બાબતે થઈ હોવાનું કહેવાય છે. ગુલશન કુમારે અબુ સાલેમને ખંડણી ચૂકવવાની ના પાડતા તેના શૂટરે મુંબઈના અંધેરી વિસ્તારમાં ગુલશન કુમારને ગોળી મારી દીધી હતી.

સંગીત જગતના બેતાજ બાદશાહ ગુલશન કુમાર (Gulshan Kumar)એ પોતાની કારકિર્દીમાં જેટલી ઝડપથી સફળતા હાંસલ કરી તેટલી ઝડપથી દુનિયાને અલવિદા કહી દીધી હતી. ગુલશન કુમારે ખૂબ જ નાની ઉંમરે સફળતાનો મંત્ર જાણી લીધો હતો. તેમને ખબર હતી કે, જો કોઈ પણ કાર્ય સખત મહેનત અને સમર્પણથી કરવામાં આવે તો તેનું ફળ મીઠું જ મળે છે.

આ પણ વાંચો- Taarak Mehta: જાણો તમારા પસંદિદા 'જેઠાલાલ' એટલે કે દિલીપ જોશીની વાર્ષિક કમાણી

પંજાબી પરિવારમાં જન્મેલા ગુલશન કુમારના પિતા દિલ્હીના દરિયાગંજ બજારમાં ફળોનો રસ વેચતા હતા. ગુલશન કુમારે 23 વર્ષની ઉંમરે તેમના પરિવારની મદદથી એક દુકાન લીધી અને ત્યાંથી સસ્તા ભાવે ઓડિયો કેસેટ વેચવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે પોતાનો વ્યવસાય કરવાનો નિર્ણય લીધો અને દિલ્હીમાં જ કેસેટની દુકાન ખોલી હતી. બાદમાં ગુલશન કુમાર (Gulshan Kuamar) એક પછી એક સફળતા મેળવતા ગયા હતા અને ટી-સિરીઝ (T-Series) કંપની શરૂ કરી હતી. જે ખૂબ જ સફળ થઈ હતી. આ સફળતાઓના કારણે ગુલશન કુમારના શત્રુઓની સંખ્યા પણ વધી હતી.

આ પણ વાંચો- શર્લિન ચોપડાએ શેર કરી રાજ કુન્દ્રા સાથે પ્રથમ શૂટની તસવીર, કહ્યું- મારા માટે નવો અનુભવ હતો

12 ઓગસ્ટ 1997ના રોજ અંધેરીના મહાદેવ મંદિરમાંથી પૂજા કરી પરત ફરી રહેલા ગુલશન કુમારની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, તેમને 16 ગોળીઓ મારવામાં આવી હતી. તેમની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા અને ફિલ્મ જગતમાં સનસનાટી મચી ગઈ હતી.

આ પણ વાંચો - શમિતા શેટ્ટીની કમાણી જાણીને ચોંકી જશો, ફિલ્મોથી દૂર રહીને પણ લાખો કમાય છે

નદીમ પર હત્યાનો આક્ષેપ- તે સમયે નદીમ-શ્રવણની જોડી ખ્યાતનામ હતી. તેમની ખ્યાતિ પાછળ ગુલશન કુમારનો હાથ હતો. તેમણે જ નદીમ-શ્રવણને આશીકી ફિલ્મમાં સંગીત આપવાની તક આપી હતી. આ ફિલ્મથી લોકપ્રિય બનેલી જોડી ગુલશન કુમારની પસંદગીની જોડી બની ગઈ હતી. જોકે, નદીમને ગુલશન કુમાર સાથે એવી તો શું દુશ્મની થઈ ગઈ કે તો તેમની હત્યાના આરોપી બની ગયા હતા. આક્ષેપ થતા જ નદીમ સૈફી ભારત છોડી લંડન ભાગી ગયો હતો અને આજે પણ ત્યાં જ છે. જોકે, તેની સામેનો આક્ષેપ હજી સાબિત થઈ શક્યો નથી. પણ ગુલશન કુમારની હત્યાની સોપારી નદીમે જ અંડરવર્લ્ડ ડોન અબુ સલેમને આપી હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો-Taarak Mehta:એક નજરે ઓળખી નહીં શકો જેઠાલાલ, પોપટલાલ અને ભીડેને, જુઓ આ Unseen Photos

અબુ સાલેમ ગુલશન કુમારની ચીસો સાંભળતો રહ્યો- આ હત્યા ખંડણી બાબતે થઈ હોવાનું કહેવાય છે. ગુલશન કુમારે અબુ સાલેમને ખંડણી ચૂકવવાની ના પાડતા તેના શૂટરે મુંબઈના અંધેરી વિસ્તારમાં ગુલશન કુમારને ગોળી મારી દીધી હતી. હત્યા સમયે ગુલશન મહાદેવ મંદિરમાંથી પૂજા કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ફાયરિંગ બાદ હત્યારાઓએ ગુલશન કુમારની ચીસો અબુ સાલેમને સંભળાવવા તે સ્થળેથી જ ફોન કર્યો હતો. આ ઘટનાનો ઉલ્લેખ હુસેન ઝૈદીના પુસ્તક 'માય નેમ ઈઝ અબુ સાલેમ'માં કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

ગુલશન કુમાર વૈષ્ણો દેવીના ભક્ત હતા- 
તે દિવસોમાં ગુલશન કુમાર ખૂબ સફળ હતા. આ જ સમયમાં મુંબઈમાં અંડરવર્લ્ડની જબરદસ્ત પકડ હતી. મોટા ફિલ્મ નિર્માતાઓ પાસેથી ખંડણી વસૂલવી એ રોજનું કામ હતું. અંડરવર્લ્ડની બીક ખૂબ જ હતી. જેથી કોઈ આ બાબતે કંઈપણ કહેવા તૈયાર નહોતું. ત્યારે અબુ સાલેમે ગુલશનને દર મહિને 5 લાખ આપવાનું કહ્યું હતું. જેના જવાબમાં ગુલશને કહ્યું હતું કે, હું આટલા પૈસાથી વૈષ્ણો દેવી મંદિરમાં ભંડારા કરાવીશ, પરંતુ હું તને પૈસા નહીં આપું.

મુંબઈ પોલીસને હત્યાના પ્લાનની આગોતરી જાણકારી હતી-  મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારીયાએ ગુલશન કુમાર હત્યાકાંડ બાબતે પોતાની બુક 'લેટ મી સે ઇટ નાઉ' (Let Me Say It Now)માં લખ્યું છે કે, ગુલશન કુમારની હત્યાના પ્લાનની જાણકારી ક્રાઈમ બ્રાન્ચને અગાઉથી જ હતી. 22 એપ્રિલ 1997ના રોજ ખબરીએ ફોન કરીને ગુલશન કુમારના હત્યાના પ્લાન બાબતે જાણકારી આપી હતી. આ પ્લાન પાછળ અબુ સાલેમનો હાથ હોવાનું પણ ખબરીએ કહ્યું હતું.
Published by:Margi Pandya
First published:

Tags: Death anniversary, Gulshan Kumar, Gulshan Kumar Death Anniversary, T Series

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन