Home /News /entertainment /

બોલિવૂડ એક્ટર Paresh Rawal એ 40 વર્ષ પછી કરી 'ઘર વપસી', Dear Father બની મચાવી ધમાલ - Trailer

બોલિવૂડ એક્ટર Paresh Rawal એ 40 વર્ષ પછી કરી 'ઘર વપસી', Dear Father બની મચાવી ધમાલ - Trailer

પરેશ રાવલની ગુજરાતી ફિલ્મ ડિયર ફાધર

dear father trailer : ફિલ્મ 'ડિયર ફાધર' (Dear Father) માં પરેશ રાવલ (Paresh Rawal) ઉપરાંત ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા ચેતન ધાનાણી (Chetan Dhanani) અને અભિનેત્રી માનસી પારેખ (Manshi Parekh) મુખ્ય ભૂમિકામાં છે

    dear father trailer : પરેશ રાવલે (Paresh Rawal) પોતાની કારકિર્દીની શરૂઆત ગુજરાતી સિનેમા (Gujarati Cinema) થી કરી અને પછીથી તેઓ બોલિવૂડના હંગામા મેન કે માયાનગરીના બાબુભાઈ બન્યા. તે એક સારા અભિનેતા અને રાજકારણી બનીને લાખો દિલો પર રાજ કરે છે. હવે તે 40 વર્ષ બાદ તેમણે ઘર વાપસી કરી છે. વર્ષ 1982માં આવેલી ફિલ્મ 'નસીબ ની બલિહારી'માં અભિનય કર્યા બાદ પરેશ હવે 2022માં આવેલી ફિલ્મ 'ડિયર ફાધર' (Dear Father)માં ડબલ ધમાકેદાર સાથે ગુજરાતી સિનેમામાં કમબેક કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે.

    રહસ્યમય સ્ટોરી છે Dear Father

    સૌથી મહત્વની વાત એ છે કે, આ ફિલ્મ પરેશ રાવલના પ્લે નાટક 'ડિયર ફાધર'નું ફિલ્મ વર્ઝન છે, જેની કહાની એકદમ રહસ્યમય છે. ગુજરાતી સિનેમામાં તેમનું પુનરાગમન અને તેમનું પોતાનું પ્રખ્યાત નાટક ફિલ્મમાં સાકાર થતું જોઈને અભિનેતા પરેશ રાવલ કહે છે કે 'ડિયર ફાધર, નાટક મારા હૃદયની ખૂબ નજીક છે. વર્ષોથી હું ઈચ્છતો હતો કે આ નાટક પર ફિલ્મ બને. મે ઘણા પ્લે કર્યા અને કરતો રહું છું. તેની સ્ક્રિપ્ટ પણ ફિલ્મમાં અમલમાં મુકવામાં આવી છે. હું ઈચ્છું છું કે આ નાટકની વાર્તા બને એટલા લોકો અને સમાજ સુધી પહોંચે. તે જ સમયે, હું એક અર્થપૂર્ણ અને મહત્વપૂર્ણ ફિલ્મ વાર્તાનો ભાગ બનવા માંગતો હતો જે મારી માતૃભાષામાં હોય. આ ફિલ્મ દ્વારા મને 40 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં પુનરાગમન કરવાનો મોકો મળ્યો તે બદલ હું ખૂબ જ ખુશ છું.

    3 પાત્રોના આજુ-બાજુ ફરે છે ડિયર ફાધરની કહાની

    ફિલ્મમાં પરેશ રાવલ (Paresh Rawal) ઉપરાંત ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા ચેતન ધાનાણી (Chetan Dhanani) અને અભિનેત્રી માનસી પારેખ (Manshi Parekh) મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા 3 પાત્રોની આસપાસ ફરે છે. જ્યાં એક વૃદ્ધ પિતા અને તેમના પુત્ર-પુત્રવધૂની રોજબરોજના જીવનમાં પરસ્પર મતભેદો અને ગેરસમજણોની સુંદર વાર્તા છે. ફિલ્મમાં પિતાનું પાત્ર ભજવી રહેલા પરેશનો અચાનક અકસ્માત થાય છે અને જ્યારે પોલીસ તેના જમાઈના ઘરે તપાસ કરવા પહોંચે છે, ત્યારે તે જોઈને બંને સ્તબ્ધ થઈ જાય છે કે પોલીસ અધિકારી પાસે પણ તેના પિતા જેવી જ શક્તિઓ છે. જે તેના જેવો જ દેખાય છે અને ત્યાંથી જ વળાંક આવે છે, અહીંથી ફિલ્મની વાસ્તવિક વાર્તા શરૂ થાય છે.



    આ પણ વાંચોઅનન્યા પાંડેનો સામનો કરવો સરળ નથી! પાપા ચંકી પાંડેએ કહ્યું, દીકરી માટે વર કેવો હોવો જોઈએ

    'ડિયર ફાધર' હૃદય અને દિમાગમાં ઊંડી છાપ છોડશે

    ફિલ્મ 'ડિયર ફાધર'નું નિર્દેશન ઉમંગ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે અને રતન જૈન અને ગણેશ જૈન દ્વારા નિર્મિત છે. આ નાટકના લેખક સ્વ. ઉત્તમ ગડાજી હતા. આ ફિલ્મ 4 માર્ચ 2022 (Dear Father release date) ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તો પરેશ જીનું અદ્દભુત અભિનય અને ગુજરાતી સિનેમા પ્રત્યેનો તેમનો અપાર પ્રેમ અને 'ડિયર ફાધર'ની આ અનોખી ઑફર ખરેખર તેમના ચાહકોના હૃદય અને દિમાગમાં ઊંડી છાપ છોડશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Gujarati actor, Gujarati movie, Paresh raval

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन