નશાની હાલતમાં બાથટબમાં ડૂબી જવાથી થયું હતું શ્રીદેવીનું મોતઃ PM રિપોર્ટ

ભારતીય સિનેમાની સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીના દેહનું પોસ્ટમોર્ટમ રવિવારે પૂરું થયું હતું.

ભારતીય સિનેમાની સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીના દેહનું પોસ્ટમોર્ટમ રવિવારે પૂરું થયું હતું.

 • Share this:
  બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીના મોતના મામલે મોટો ખુલાસો થયો છે. ગલ્ફ ટાઈમ્સના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, શ્રીદેવીનું મોત બાથટબમાં ડૂબી જવાથી થયું હતું. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે શનિવારે મોડી રાત્રે શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર સાથે ડિનર પર જતા પહેલા ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગઈ હતી.  શ્રીદેવીના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ભારતીય હાઈકમિશનને સોંપી દેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ આ દાવો કરવામાં આવ્યો છે.

  લોહીમાંથી મળ્યાં આલ્કોહોલના અંશ

  ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે શ્રીદેવીના લોહીમાંથી શરાબના અંશ મળ્યા છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે મોતના થોડા સમય પહેલા શ્રીદેવીએ ડ્રિંક કર્યું હતું. પહેલા એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેનું મોત કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. પરંતુ હવે રિપોર્ટ આવ્યો છે કે દારૂના કારણે શ્રીદેવીએ બાથટબમાં સંતુલન ગુમાવી દીધું હતું અને બાથડબમાં પડી ગઈ હતી. તે બેભાન હોવાને કારણે પાણીમાં ડૂબી ગઈ હતી. જેના કારણે તેનું મોત થઈ ગયું હતું.

  શ્રીદેવીના શરીરને દુબઇથી મુંબઈ લાવવા માટે તમામ ઔપચારિકતા પૂરી કરી દેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બપોરે 3.30 વાગ્યે દુબઇથી એક ખાનગી વિમાન દ્વારા તેના પાર્થિવ દેહને મુંબઈ માટે રવાના કરવમાં આવશે. તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમાં રવિવારે જ પૂરુ થઈ ગયું હતું.  બીજી તરફ મુંબઈ ખાતે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે સતત બોલિવૂડ સેલેબ્સ આવી રહ્યા છે. અનિક કપૂરના ઘરે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હોવાની વાત કહેવામાં આવી રહી છે.

  શ્રીદેવીનું શનિવારે રાત્રે 11 વાગ્યે દુબઇમાં નિધન થઈ ગયું હતું. તે પોતાના પતિ બોની કપૂર સાથે ભાણેજ મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા દુબઈ ગઈ હતી. અહીં કાર્ડિયાક અરેસ્ટને કારણે તેનું મોત થયું હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

  દુબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શ્રીદેવીનું મોત સ્વાભાવિક કારણથી જ થયું હતું. દુબઇ પોલીસના જણાવ્યા પ્રમાણે બહુ ઝડપથી ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવશે.

  ભારતીય સમય પ્રમાણે બપોરના અઢી વાગ્યા સુધી શ્રીદેવીનું મૃતદેહ દુબઇ સ્થિત શબગૃહમાં જ રાખવામાં આવ્યો છે. હજી ઔપચારિક વિધિમાં સમય લાગી શકે છે.

  સ્મશાન ખાતે તૈયારી


  પ્રાપ્ત વિગત પ્રમાણે સોમવારે સાંજે 7 વાગ્યા સુધીમાં શ્રીદેવીનો મૃતદેહ દુબઇથી મુંબઈ આવી પહોંચશે. આ પહેલા તેના અંતિમ સંસ્કારની તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. પવનહંસ સ્મશાનગૃહમાં સાફ-સફાઈથી લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

  ભીડનો જમાવડો

  તેમની શ્રદ્ધાંજલિ આપવા માટે અનિક કપૂરના ઘરે સતત બોલિવૂડ જગતની વિવિધ હસ્તીઓ આવી રહી છે. બોલિવૂડ દીવા રેખા પણ અભિનેત્રીના અંતિમ દર્શન માટે અનિલ કપૂરના ઘરે પહોંચી હતી. અનિલ કપૂરની ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે.

  3.30 વાગ્યે મોકલાશે મૃતદેહ

  ખલીઝ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે તમામ ઔપચારિક વિધિ પૂર્ણ કર્યા બાદ આજે દુબઇના સમય પ્રમાણે શ્રીદેવીનો પાર્થિવ દેહ બપોરે એકથી બે વાગ્યાની વચ્ચે મોકલવામાં આવશે. દુબઇ અને ભારતના સમયમાં દોઢ કલાકનો તફાવત છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે બપોરે 3.30 વાગ્યાની આસપાસ તેના પાર્થિવ દેહને મુંબઈ મોકલવામાં આવશે.

  શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઈમાં વર્સોવા સ્થિત તેના ઘરે લાવવામાં આવશે. અંતિમ દર્શન બાદ વિલેપાર્લે ખાતે શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

  બોની કપૂરના પ્રવક્તાએ રવિવારે સાંજે જણાવ્યું કે, શ્રીદેવીના આકસ્મિક નિધનને કારણએ બોની કપૂર, જ્હાન્વી, ખુશી ઉપરાંત કપૂર, અયપ્પન અને મારવાહ પરિવાર ઉંડા દુઃખ અને આઘાતમાં છે. દુઃખની આ ઘડીમાં લોકોની તેમના પ્રત્યે પ્રાર્થના, સમર્થન અને સંવેદનાથી તેઓ ખૂબ આભારી છે. તેમણે જણાવ્યું કે શ્રીદેવીનો મૃતદેહ સોમવારે ભારત લાવવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published: