Home /News /entertainment /

Dayanand Shetty Birthday : દરવાજો તોડતા પહેલા આ કામ કરતો હતો CIDનો 'દયા', રસપ્રદ વાતો

Dayanand Shetty Birthday : દરવાજો તોડતા પહેલા આ કામ કરતો હતો CIDનો 'દયા', રસપ્રદ વાતો

દયાનંદ શેટ્ટી જન્મદિવસ

દયાનંદ શેટ્ટીનો જન્મ (Dayanand Shetty Birthday) 11 ડિસેમ્બર 1969ના રોજ કર્ણાટકમાં થયો હતો. અત્યાર સુધીમાં કુલ ચાર ફિલ્મોમાં જોવા મળ્યો. અસલી ઓળખ સોની ચેનલની સીરિયલ સીઆઈડીથી મળી હતી.

    મુંબઈ : બોલિવૂડ અને નાના પડદાના પ્રખ્યાત અભિનેતા (Actor) દયાનંદ શેટ્ટી (Dayanand Shetty Birthday) 11મી ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ (Birthday) ઉજવે છે. તેણે ઘણી ફિલ્મો (Films) અને ટીવી સિરિયલો (TV Serials)માં કામ કર્યું છે. દયાનંદ શેટ્ટીને વાસ્તવિક ઓળખ નાના પડદાની સુપરહિટ અને લોકપ્રિય સીરિયલ CID થી મળી હતી. જન્મદિવસના અવસર પર અમે તમને દયાનંદ શેટ્ટી સાથે જોડાયેલી ખાસ વાતોથી પરિચિત કરાવીએ છીએ.

    દયાનંદ શેટ્ટી રમતવીર હતો

    દયાનંદ શેટ્ટીનો જન્મ 11 ડિસેમ્બર 1969ના રોજ કર્ણાટકમાં થયો હતો. અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા તે એક પ્રબળ રમતવીર હતો, પરંતુ દયાનંદ શેટ્ટીને ગંભીર ઈજાને કારણે રમતગમતને અલવિદા કહેવું પડ્યું હતું. ત્યારબાદ તેણે અભિનય તરફ વળવાનું નક્કી કર્યું. તેણે પોતાના કરિયરની શરૂઆત અજય દેવગનની ફિલ્મ દિલજલેથી કરી હતી. આ ફિલ્મમાં તેણે બંદૂકધારીનો રોલ કર્યો હતો.

    દયાનંદ શેટ્ટીને અસલી ઓળખ સીરિયલ સીઆઈડીથી મળી

    દયાનંદ શેટ્ટીને અસલી ઓળખ સોની ચેનલની સીરિયલ સીઆઈડીથી મળી હતી. આ સિરિયલ 1998માં શરૂ થઈ હતી. દયાનંદ શેટ્ટીનો આ પહેલો ટીવી શો હતો. તેણે આ સિરિયલ માટે લાંબા સમય સુધી સતત કામ કર્યું. સિરિયલમાં દયાની દરવાજા તોડવાની સ્ટાઇલ આજે પણ દર્શકોને ગમે છે. CID સિરિયલમાં દયાનંદ શેટ્ટી સિવાય અન્ય પાત્રો પણ ખૂબ જ લોકપ્રિય છે.

    દયાનંદ શેટ્ટી સાદું જીવન જીવવા માટે જાણીતા છે

    દયાનંદ શેટ્ટી લગભગ બે દાયકાથી CID સિરિયલ સાથે જોડાયેલો છે. તેનો અભિનય હંમેશા દર્શકોને પસંદ આવ્યો છે. દયાનંદ શેટ્ટી સાદું જીવન જીવવા માટે જાણીતા છે. તે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ તેના શો અને ફિલ્મો આવતા રહે છે. તેના અંગત જીવન વિશે વાત કરીએ તો, દયા કર્ણાટકના મૈસૂર શહેરના છે અને તેની પત્ની અને એક પુત્રી સાથે મુંબઈમાં રહે છે.

    દયાનંદ શેટ્ટી કુલ ચાર ફિલ્મોમાં જોવા મળ્યો

    દયાનંદ શેટ્ટી સિંઘમ રિટર્ન્સ ફિલ્મમાં પણ જોવા મળ્યો હતો. આ સિવાય તેણે બીજી ઘણી સિરિયલો જેવી કે ગુટુર ગુ, કુસુમ, ઝલક દિખલા જા, ખતરોં કે ખિલાડી વગેરેમાં પણ કામ કર્યું છે. તે અત્યાર સુધીમાં કુલ ચાર ફિલ્મોમાં જોવા મળ્યો છે. દયાનંદ શેટ્ટી વર્ષ 2007માં ફિલ્મ દિલજલે બાદ જોની ગદ્દાર ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ પછી વર્ષ 2009માં તેણે ફિલ્મ રનવેમાં પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી.

    આ પણ વાંચોદીકરીના લગ્ન પૂર્વે દિલીપ જોશીએ જોરદાર ગરબા કર્યા, જેઠાલાલે ઢોલના તાલે કર્યો Dance - જુઓ Video

    દયાનંદ શેટ્ટીએ વર્ષ 2014માં ઘણી હેડલાઈન્સ બનાવી હતી. તે અજય દેવગન સાથે સિંઘમ રિટર્ન્સ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં પણ દયાનંદ શેટ્ટીનું પાત્ર પોલીસકર્મીનું હતું. અજય દેવગન સાથેનો તેનો અભિનય પણ દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો. ફિલ્મ ઉપરાંત, દયાનંદ શેટ્ટી રિયાલિટી શો ઝલક દિખલાજા અને ખતરોં કે ખિલાડીનો પણ ભાગ રહી ચુક્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन