Home /News /entertainment /Taarak Mehta...શોમાં જલ્દી દયાબેનની વાપસી થશે, ફરીથી દિશા વાકાણીનો ગરબા ડાન્સ જોવા મળશે

Taarak Mehta...શોમાં જલ્દી દયાબેનની વાપસી થશે, ફરીથી દિશા વાકાણીનો ગરબા ડાન્સ જોવા મળશે

શોમાં ટૂંક સમયમાં દયાબેનની વાપસી થશે

ટીવીનો સુપરહિટ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)છેલ્લા થોડા મહિનાથી સતત વિવાદોમાં છે. આ શોના તમામ ફેમસ અને પસંદગીના કલાકારો શો છોડી ચૂક્યા છે. આ કલાકારોમાં આપણા બધાની ફેવરેટ દયાબેન પણ સામેલ છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ટૂંક સમયમાં તારક મહેતા શોમાં દયાબેનની વાપસી થવાની છે.

વધુ જુઓ ...
    ટીવીનો સુપરહિટ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)છેલ્લા થોડા મહિનાથી સતત વિવાદોમાં છે. આ શોના તમામ ફેમસ અને પસંદગીના કલાકારો શો છોડી ચૂક્યા છે. આ કલાકારોમાં આપણા બધાની ફેવરેટ દયાબેન પણ સામેલ છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ટૂંક સમયમાં તારક મહેતા શોમાં દયાબેનની વાપસી થવાની છે.

    આ પણ વાંચોઃ- શું તારક મહેતામાં દયા ભાભીની શોધ થઈ પૂરી! દયાબેનની કાર્બન કોપી છે આ નાનકડી છોકરી

    એટલે કે નવરાત્રિના પાવન પ્રસંગ પર આપણી ફેવરેટ દયાભાભીનો ગરબા ડાન્સ જોવા મળી શકે છે. મેકર્સ શોમાં સતત દિશા વાકાણીની વાપસી માટે પ્રયાસ કરી રહ્યા છે. તારક મહેતા શોમાં જેઠાલાલ અને દયાની જોડી દર્શકોને ઘણી પસંદ આવતી હતી પરંતુ વર્ષ 2015માં દયાબેનનો રોલ નિભાવનાર અભિનેત્રી દિશા વાકાણીએ શોને અલવિદા કહી દીધું હતું. તેના કારણે આ કેરેક્ટરને નવું કેરેક્ટર હજી સુધી મળી શક્યું નથી.


    નવેમ્બરમાં દયાબેનની વાપસી થઈ જશે


    દયાની ભૂમિકા નિભાવનાર દિશા વાકાણીએ વર્ષ 2015માં જ TMKOC છોડી દીધો હતો. તે શોમાં સૌથી લોકપ્રિય પાત્રોમાંની એક હતી. તેણે પોતાના વિશિષ્ટ અભિનય ક્ષમતા, મજેદાર વાતચીત અને ગરબા ડાન્સથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. હવે સમાચાર આવ્યા છે કે દિશા વાકાણી શોમાં વાપસી કરશે અને દયાબેનના રૂપમાં પોતાની ભૂમિકા ફરીથી નિભાવશે. જો કે મેકર્સે આ વિશે સત્તાવાર જાહેરાત નથી કરી.

    શું દિશા વાકાણી જ હશે દયાબેન


    દયાબેન બે મહિનાથી પણ ઓછા સમયમાં શોમાં વાપસી કરવા જઈ રહી છે, તેમજ મેકર્સ દિશા વાકાણીની સાથે વાતચીત કરી રહ્યા છે. જો કે, તે પરત ફરશે કે નહીં તેની પુષ્ટિ નથી થઈ. News18ના અનુસાર, નિર્માતા દિશા વાકાણી સાથે વાતચીત કરી રહ્યા છે અને નવેમ્બરની શરૂઆત સુધી દયાબેન પરત ફરે તેવી યોજના બનાવી રહ્યા છે. "નવેમ્બરની શરૂઆતમાં, તમે દયાને શોમાં જોઈ શકશો. મેકર્સ પહેલાથી જ દિશા વાકાણીનો સંપર્ક કરી ચૂક્યા છે."

    હકીકતમાં શોમાં દયાબેન પાછા લાવવામાં વિલંબ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે શોના નિર્માતા આ ભૂમિકા માટે માત્ર દિશા વાકાણીને પરત લાવવા માગે છે. દયા માટે દિશા જ તેમની પ્રાથમિકતા છે પરંતુ જો તે પાછી આવવા માટે સહમત નહીં થાય તો તેઓ એક નવી દયાબેન શોધી કાઢશે. કોઈપણ રીતે, આ કેરેક્ટર નવેમ્બરમાં સ્ક્રીન પર જોવા મળશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Dayaben, Disha vakani, Taarak Mehta Ka Ooltah Chashmah

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन