Home /News /entertainment /Taarak Mehta Ka Ooltah Chashmah માં દયાબેનની એન્ટ્રી, વીરા સુંદર બહેનને લઈ ગોકુલધામ પહોંચ્યો - VIDEO
Taarak Mehta Ka Ooltah Chashmah માં દયાબેનની એન્ટ્રી, વીરા સુંદર બહેનને લઈ ગોકુલધામ પહોંચ્યો - VIDEO
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીની એન્ટ્રી
તારક મહેતામાં દયાબેનની એન્ટ્રી (Taarak Mehta Ka Ooltah Chashmah Dayaben re-entry) થઈ છે. 5 વર્ષ પછી સુંદરલાલ તેની બહેનને અમદાવાદથી મુંબઈ લઈ આવે છે. આવનારા એપિસોડ્સમાં તમે જોશો કે સુંદરલાલ સમગ્ર સોસાયટીને દયાબેનના આગમનના ખુશખબર આપી રહ્યો
TMKOC : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)ના ફેન્સ માટે સારા સમાચાર છે. જે ક્ષણની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે. હમ સબકી પ્યારી દયા ભાભી (Dayabhabhi) 5 વર્ષ બાદ શોમાં પરત ફરી છે. સુંદરલાલ (Sundar) પોતે બહેન સાથે ગોકુલધામ સોસાયટી (Gokuldham Society) માં પહોંચી ગયા છે. આ સમાચારથી સોસાયટીના દરેક લોકો આનંદથી ઉછળી પડે છે. જેઠાલાલનું સ્મિત પણ છૂપાતું નથી. બાપુજી પણ સોસાયટીમાંથી વહુને લેવા બહાર દોડી આવે છે.
તારક મહેતામાં દયાબેનની એન્ટ્રી (Taarak Mehta Ka Ooltah Chashmah Dayaben re-entry) થઈ છે. 5 વર્ષ પછી સુંદરલાલ તેની બહેનને અમદાવાદથી મુંબઈ લઈ આવે છે. આવનારા એપિસોડ્સમાં તમે જોશો કે સુંદરલાલ સમગ્ર સોસાયટીને દયાબેનના આગમનના ખુશખબર આપી રહ્યો છે. જેઠાલાલ સુંદરને ગળે લગાડી રહ્યો છે, તે દયાને ફરી મળવાથી ખુબ ખુશ છે. સોસાયટીના બાકીના લોકો પણ દયા ભાભી માટે આરતીની થાળી લઈને બેઠા છે. લોકો ટપ્પુની માતાનું ભરપૂર સ્વાગત કરવા ઉત્સુક છે.
પણ જરા રાહ જુઓ... જ્યાં સુંદરલાલ છે ત્યાં કઈ ગડબડ જરૂર હોઈ શકે છે. શોના પ્રોમો વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સુંદરલાલ જેઠાલાલને તે વાહનની નજીક જતા રોકે છે જેમાં દયાબેન બેઠેલા હોવાનો દાવો કરવામાં આવે છે. જેઠાલાલ તેની દયા મેળવવા માટે ઉત્સુક છે અને તે સુંદર માનતો નથી, તેમને વારંવાર રોકી રહ્યો છે. સુંદર કહી રહ્યો છે કે, દયા પોતે જ આ કારમાંથી નીચે ઉતરશે અને બધા ગોકુલધામના લોકો એક ટસે જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, હાલમાં જ અસિત મોદીએ દયાબેનના શોમાં પાછા ફરવાની જાહેરાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દયાબેનના પાત્ર માટે ઓડિશન પણ લેવામાં આવી રહ્યા હતા, તેથી આટલી જલ્દી શોમાં કોઈને કાસ્ટ કરવું, તેમના ફેન્સ માટે વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ થઈ રહ્યો છે. વર્ષ 2017 સુધી આ શોમાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ તાજેતરમાં જ એક પુત્રને જન્મ આપ્યો હતો, જે બાદ તેમના પરત ફરવાના સમાચાર સામે આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર