Taarak Mehta: જ્યારે 'દયાબેન' એ અભદ્ર પોસ્ટ્સમાં ટેગ કરતાં ટ્રોલર્સને આપી હતી અંતિમ ચેતવણી

દિશા વાકાણી, તારાક મહેતાની દયાભાભી

Taarak Mehta Ka Ooltah Chashmah: આ વાત વર્ષ 2018ની છે જ્યારે દિશા વાકાણી (Disha Vakani) એટલે કે દયાભાભીએ (Daya Bhabhi) ટ્રોલ્સનાં ત્રાસનો જવાબ આપ્યો હતો. અને તેને વલ્ગર કન્ટેન્ટમાં ટેગ કરવાનું બંધ કરવાની છેલ્લી ચેતવણી આપી હતી.

  • Share this:
    એન્ટરટેનમેન્ટ ડેસ્ક: સબ ટીવીની સૌથી લોકપ્રિય પાત્ર દિશા વાકાણી (Disha Vakani)લાંબા સમયથી ટીવી સ્ક્રીન પરથી ગૂમ છે. તે છેલ્લે 2017 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Taarak Mehta Ka Ooltah Chashmah) દયાબેન તરીકે જોવા મળી હતી અને ત્યારથી તે પાછી આવી નથી. દિશા શોમાં તેના કાર્યકાળથી ખૂબ જ લોકપ્રિય બની અને તે ટ્રોલ પણ ઘણું થતી. વર્ષ 2018 માં, દિશાએ ટ્રોલર્સનો ત્રાસ વધતતા તેમને અમદાવાદી ભાષામાં જવાબ આપ્યો અને તેમને વલ્ગર કન્ટેન્ટમાં ટેગ કરવાનું બંધ કરવાની છેલ્લી ચેતવણી આપી હતી.

    આ પણ વાંચો-Indian Idol 12: પવનદીપ રાજન જીતી ગયો ટ્રોફી, ફિનાલેમાં પાંચ ફાઇનલિસ્ટને હરાવી જીતી લીધી સિઝન

    આવું દિશા સાથે જ નથી બન્યું ઘણી વખત સેલિબ્રિટીઝ ઘણીવાર બિનજરૂરી કારણોસર ટ્રોલર્સનાં હથ્થે ચઢી જતા હોય છે. ઘણાં ટ્રોલિંગ પછી, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની (Taarak Mehta Ka Ooltah Chashmah) દિશા વાકાણીએ આનો અંત લાવવાનો નિર્ણય કર્યો અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી જેમાં લખ્યું, “આ છેલ્લી ચેતવણી છે. મને અયોગ્ય, અભદ્ર અને અપમાનજનક સામગ્રીમાં ટેગ કરવાનું બંધ કરો! મારા અથવા મારા સંબંધિત તમામ ફોટા આવકાર્ય છે પરંતુ બીજું કંઈ નહીં. ”



    સોશિયલ મીડિયાનાં ઘણા ફાયદા અને ગેરફાયદા સાથે આવે છે. ખાસ કરીને જો તમે લોકપ્રિય છો, તો સોશિયલ મીડિયા યૂઝર્સ તમને નાની વસ્તુઓ માટે નિશાન બનાવે છે. દિશા વાકાણી ,તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી છેલ્લાં ચાર વર્ષથી પરત ફરી રહી નથી, તેણે વર્ષ 2017માં શો છોડ્યો હતો. તે મેટરનિટી લિવ પર હતી અને ત્યારથી તે પાછી આવી નથી.

    આ પણ વાંચો-PHOTOS: છૂટાછેડા બાદ પહેલીવાર સાથે દેખાયા મલાઈકા અરોડા અને અરબાઝ ખાન, સાથે કર્યું લંચ

    અહેવાલ મુજબ TMKOCની દયા ભાભીએ તેનો પગારમાં વધારો કરવાની વિનંતી કરી રહી છે અને નિર્માતા અસિત કુમાર મોદી તેની સાથે સહમત નથી. જો કે, તેના ચાહકો તેને શોમાં પુનરાગમન કરતા જોવા માટે આતુર છે પરંતુ શું દિશા વાકાણી શોમાં પરત આવે છે કે નહીં તે અંગે પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી. ન કે તેનું રિપ્લેસમેન્ટ પ્રોડક્શન હાઉસને મળ્યું છે.
    Published by:Margi Pandya
    First published: