Taarak Mehta ka ooltah chashmah: દિશા વાકાણી (Disha Vakani) ઉર્ફે દયા બેન (Daya Ben) ની ખાસ સ્ટાઈલને દર્શકો ભૂલી શકતા નથી. દર્શકો દયા બેનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ( Disha Vakani Taarak Mehta ka ooltah chashmah)ના તમામ પાત્રો ખૂબ જ રમુજી અને લોકપ્રિય છે, પરંતુ જેઠાલાલ (Jethalal) ની પત્ની દયા ભાભી (Daya Bhabhi) અલગ છે. દિશાએ પ્રેગ્નન્સી બાદ શોમાંથી બ્રેક લીધો હતો, ત્યારથી દર્શકો દયા બેનની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે લાગે છે કે દર્શકોની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે, દયા બેન કદાચ ગોકુલધામ સોસાયટી (Gokuldham Society) માં પાછા ફરશે.
દિશા વાકાણીનો ફોટો વાપસીનો સંકેત આપી રહ્યો છે
દયા બેન ઉર્ફે દિશા વાકાણી (Dayaben Disha vakani) એ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે હોળી રમતી જોવા મળી રહી છે. આ ફોટામાં તેમનો ભાઈ પણ હેન્ડસમ લાગી રહ્યો છે. આ ફોટો શેર કરતા દિશાએ કેપ્શનમાં લખ્યું કે, 'હોળી આવી રહી છે'. દિશાએ જે રીતે ફોટો શેર કર્યો છે તેનાથી ચાહકોને લાગે છે કે, હોળી સુધીમાં દયાબેનની વાપસી (Dayaben returns Tarak Mehta show) થવાની છે. દિશા વાકાણીની આ તસવીર જોઈને ફેન્સની અપેક્ષાઓ વધી ગઈ છે. તસવીર જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફરી એકવાર જેઠાલાલની પત્ની ગોકુલધામ સોસાયટીમાં પોતાની આગવી સ્ટાઈલથી દર્શકોનું મનોરંજન કરવા જઈ રહી છે.
પ્રશંસકો પણ ખુશ થઈને તેના સ્વાગતની તૈયારીઓ કરવા લાગ્યા છે. કમેન્ટ સેક્શનમાં રિક્વેસ્ટ કરતા એકે લખ્યું કે 'કૃપા કરીને હોળી પછી ગોકુલધામ આવી જાશો'. બીજાએ લખ્યું, 'જો હોળી આવી જાઓ તો વાધેર મજા આવે'.
દિશા વાકાણીને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માંથી બ્રેક લીધાને ઘણો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી કોઈ અભિનેત્રી દયા બેનનો રોલ કરે તેવી એક્ટ્રેસ મેકર્સને મળી નથી. દયા બેને શોમાં પોતાના પાત્રની એવી છાપ છોડી છે કે તેમના જેવો અભિનય કરનાર કોઈ નથી. આ વચ્ચે ઘણી વખત એવા સમાચાર આવ્યા હતા કે, દિશા પરત ફરવાની છે પરંતુ એવું થયું નથી. હવે જોઈએ કે, આગામી હોળીની શુભકામના આપતી તસવીર પાછળ શું સંદેશ છુપાયેલો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર