Home /News /entertainment /Taarak Mehta ka Ooltah Chashmah: જેઠાલાલના જીવનમાં આવશે ખુશી, દયાબેન કે મહેતા સાહેબ, કોની થશે એન્ટ્રી!

Taarak Mehta ka Ooltah Chashmah: જેઠાલાલના જીવનમાં આવશે ખુશી, દયાબેન કે મહેતા સાહેબ, કોની થશે એન્ટ્રી!

શોમાં તારક મહેતાની એન્ટ્રી થઈ શકે છે.

Taarak Mehta ka Ooltah Chashmah: આમ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હંમેશાં જેઠાલાલ પરેશાની અને મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે. તેમના જીવનમાં એક મુસીબતનો અંત નથી આવતો કે બીજી મુસીબત આવી જાય છે પરંતુ આ વખતે કોઈ મુસીબતના સમાચાર નથી પરંતુ ખુશબરીના સમાચાર મળવાના છે

વધુ જુઓ ...
    આમ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હંમેશાં જેઠાલાલ પરેશાની અને મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે. તેમના જીવનમાં એક મુસીબતનો અંત નથી આવતો કે બીજી મુસીબત આવી જાય છે પરંતુ આ વખતે કોઈ મુસીબતના સમાચાર નથી પરંતુ ખુશબરીના સમાચાર મળવાના છે. હા જેઠાલાલના જીવનમાં ખુશ થવાની તક ઓછી આવે છે અને આ વખતે જ્યારે આ તક આવી છે તો લોકો એ જાણવા માટે આતુર છે કે આખરે શુ ખુશખબરી હશે.

    આ પણ વાંચોઃ- જેઠાલાલની સીધી સાદી ‘દયા’એ બોલ્ડનેસની તમામ હદ પાર કરી, બ્રાઈટ બિકીનીમાં ફિગર ફ્લોન્ટ કરી

    શું દયાબેન, મહેતા સાહેબ અને ટપુની એન્ટ્રી થશે


    જેઠાલાલના જીવનમાં ખુશીની ક્ષણનો ઉલ્લેખ થતાં જ વાત દયાબેનની વાપસી પર આવીને વાતનો અંત આવે છે. લોગો આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે અને હવે લોકોને લાગી રહ્યું છે કે કદાચ આ જ એ ખુશબરી છે. કાં તો દયાબેન અથવા ટપુ કે પછી મહેતા સાહેબમાંથી કોઈના કોઈની શોમાં એન્ટ્રી થવા જઈ રહી છે. જો કે લોકો આવનાર એપિસોડને લઈને ઘણા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, પરંતુ શું ખરેખર આવું થવાનું છે. હકીકતમાં આમાંથી કોઈપણ ગુડ ન્યૂઝ નથી પરંતુ વાત બીજી છે.

    " isDesktop="true" id="1243975" >

    જેઠાલાલ અમેરિકા જશે


    તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો જે લેટેસ્ટ પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે તેમાં બતાવવામાં આવ્યું છે કે જેઠાલાલને અમેરિકા જવાની તક મળશે અને આ સમાચારની સૌથી પહેલા ખબર બાઘા અને નટ્ટુ કાકાને જેમને પ્લાનિંગની સાથે સેઠજીને આ ન્યૂઝ સંભળાવે છે અને આ સાંભળી જેઠાલાલ આશ્ચર્યચકિત થઈ જાય છે.

    આ સમાચારમાં કેટલી સચ્ચાઈ છે, ક્યાંક જેઠાલલા કોઈ સપનું તો નથી જોઈ રહ્યાને, કે પછી ખરેખર જેઠાલાલ અમેરિકા જઈ રહ્યા છે અને જો સાચુ છે તો કેમ અને કોણ મોકલી રહ્યું જેઠાલાલને અમેરિકા એ આવનાર એપિસોડમાં ખબર પડશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Disha vakani, Taarak Mehta Ka Ooltah Chashmah

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन