Home /News /entertainment /TMKOC : 'તારક મહેતા'માં થઇ ગઇ 'દયા બેન'ની એન્ટ્રી? બાઘા સાથે દિશા વાકાણીની વાયરલ તસવીર જોઇને ફેન્સ હરખાયા

TMKOC : 'તારક મહેતા'માં થઇ ગઇ 'દયા બેન'ની એન્ટ્રી? બાઘા સાથે દિશા વાકાણીની વાયરલ તસવીર જોઇને ફેન્સ હરખાયા

તારક મહેતામાં દયા ભાભીની થઇ ગઇ વાપસી?

ઇન્ટરનેટ પર હાલ દયા ભાભી એટલે કે દિશા વાકાણી ( Disha Vakani) અને બાઘાનો એક ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ફોટો જોયા બાદ ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની વાપસી થઇ ચુકી છે.

  ટચૂકડા પડદાના સૌથી ફેમસ કોમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) આશરે 15 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જો કે પાછલા કેટલાંક સમયમાં શૉમાં થયેલા કેટલાંક બદલાવોના કારણે તેની ચમક પણ ફીકી પડતી જોવા મળી રહી છે.

  પાછલા કેટલાંક વર્ષોમાં શૉના ઘણા પાત્રોએ તેને અલવિદા કહી દીધું છે. આ લિસ્ટમાં દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણી (Disha Vakani),ટપ્પુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધી (Bhavya Gandhi) અને રાજ અનાદકટ (Raj Anadkat), તારક મહેતાનો રોલ કરનાર શૈલેષ લોઢા (Shailesh Lodha) જેના અનેક દિગ્ગજ એક્ટર્સનું નામ સામેલ છે.  આ પણ વાંચો : Athiya Shetty Sangeet: પોતાની સંગીત સેરેમનીમાં ખૂબ નાચી અથિયા શેટ્ટી, Videoમાં જુઓ ગ્રાન્ડ ફંક્શનની ઝલક

  આ ઉપરાંત કેટલાંક દિવસો પહેલા જ શૉના ડાયરેક્ટર માલવ રાજદા (Malav Raida)એ પણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને અલવિદા કહી દીધું હતુ. આ જ કડીમાં હવે જાણવા મળી રહ્યું છે કે શૉને પહેલા જેવો જ દમદાર બનાવવા માટે મેકર્સ આ કેરેક્ટર્સને પરત લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેવામાં હવે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે જેને જોયા બાદ ફેન્સની એક્સાઇટમેન્ટ વધી ગઇ છે.

  શું છે સમગ્ર મામલો


  હકીકતમાં, આ સમયે વાયરલ થઈ રહેલા આ ફોટોમાં દિશા વાકાણી 'બાઘા' એટલે કે તન્મય વેકરિયા (Tanmay Vekaria) સાથે જોવા મળી રહી છે. તે જ સમયે, આ ફોટો જોયા પછી, હવે ફેન્સના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. ફોટો જોયા બાદ જ્યારે કેટલાક લોકો દયાબેનના શોમાં પાછા ફરવાની અટકળો લગાવી રહ્યા છે તો કેટલાક મૂંઝવણમાં છે કે શું આ ફોટો ખરેખર શોનો જ છે? તસવીરમાં દિશાએ વાકાની સૂટ પહેરેલી જોવા મળે છે જ્યારે તન્મય કુર્તા પહેરેલો જોવા મળે છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખરે બધાના ફેવરિટ દયાબેનની એન્ટ્રી તારક મહેતામાં થઈ ગઇ છે.

  આ પણ વાંચો :  મૌની રૉયે પિંક બ્રાલેટમાં આપ્યા અત્યાર સુધીના સૌથી HOT પોઝ, સિઝલિંગ લુક પરથી નહીં હટાવી શકો નજર

  આ ફોટો જોયા પછી જો તમારા મનમાં પણ આવા જ વિચારો આવી રહ્યા છે તો તમને જણાવી દઈએ કે આ માટે તમારે થોડી રાહ જોવી પડી શકે છે. હકીકતમાં, દિશા વાકાણી અને બાઘાનો આ ફોટો તારક મહેતા શોનો નથી, પરંતુ થિયેટરના સમયનો છે. જી હા, તારક મહેતા સાથે જોડાતા પહેલા બંને કલાકારો થિયેટર આર્ટિસ્ટ હતા. તે જ સમયે, ઘણા વર્ષો પછી, તેની આ તસવીર ઇન્ટરનેટ પર આવી છે.  જણાવી દઇએ કે, દિશા વાકાણીએ વર્ષ 2017માં પોતાની પર્સનલ લાઇફના કારણે શોને અલવિદા કહી દીધું હતું. ત્યારથી, દર્શકો દિશા વાકાણીને પરત લાવવા માટે સોશિયલ મીડિયા પર કેમેપેઇન ચલાવતા જોવા મળે છે. ગયા વર્ષે અસિત મોદીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ દિશાને દયાબેનના રોલમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ફેન્સને હજુ પણ આશા છે કે ટૂંક સમયમાં જ એક્ટ્રેસ ફરી એકવાર લોકોને હસાવતી જોવા મળશે.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Daya Ben, Disha vakani, Latest TV News, Tarak Mehta Ka Oolta Chashmah

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन