Home /News /entertainment /દિશાબેન હોય કે નિશાબેન 'દયાભાભી' TMKOC માં જરુરથી નજર આવશે- અસિત મોદી

દિશાબેન હોય કે નિશાબેન 'દયાભાભી' TMKOC માં જરુરથી નજર આવશે- અસિત મોદી

તારક મેહતામાં જોવા મળશે દયાભાભી

Daya Bhabhi will Be Back on TMKOC: વર્ષ 2017થી દયાભાભીનું પાત્ર શોમાં જોવા મળ્યું નથી. ચાહકો જેઠાલાલ તથા દયાભાભીની કેમેસ્ટ્રીને યાદ કરે છે. જુના એપિસોડમાં તેમનાં વચ્ચેની તૂ તૂ મે મે હોય કે પ્રેમ હોય તે જોવાનું દર્શકો પસંદ કરે છે. ત્યારે સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ હાલમાં જ કહ્યું છે કે દર્શકોને સિરિયલમાં હવે દયાભાભીનું પાત્ર જોવા મળશે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં એક બાદ એક કલાકાર ટીવી શો છોડીને જતાં રહ્યાં હોવાનાં સમાચાર આવી રહ્યાં છે એવામાં એક એવાં સમાચાર છે જે તારક મેહતાનાં ફેન્સને જરૂરથી ખુશ કરી દેશે. શોનાં ચાહકોને ફરી એક વખત 'હે... મા... માતાજી..' સાંભળવા મળશે. ટીવી શોનાં પ્રોડ્યુસર અસિત મોદીએ હાલમાં જ આ વિશે વાત કરી છે અને જણાવ્યું છે કે, શોમાં દયાભાભીનું પાત્ર ફરી વખત જોવા મળશે. '

વર્ષ 2017થી દયાભાભીનું પાત્ર શોમાં જોવા મળ્યું નથી. ચાહકો જેઠાલાલ તથા દયાભાભીની કેમેસ્ટ્રીને યાદ કરે છે. જુના એપિસોડમાં તેમનાં વચ્ચેની તૂ તૂ મે મે હોય કે પ્રેમ હોય તે જોવાનું દર્શકો પસંદ કરે છે. ત્યારે સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ હાલમાં જ કહ્યું છે કે દર્શકોને સિરિયલમાં હવે દયાભાભીનું પાત્ર જોવા મળશે.

'ઇ ટાઇમ્સ'ના રિપોર્ટ મુજબ, અસિત મોદીએ કહ્યું હતું કે તેમની પાસે હવે દયાબેનના પાત્રને પરત ના લાવવા માટે કોઈ કારણ નથી. ખરી રીતે તો છેલ્લા થોડા સમયમાં બધાએ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. 2020-21નું વર્ષ દરેક લોકો માટે મુશ્કેલ રહ્યું છે. જોકે હવે પરિસ્થિતિ સુધરતી જાય છે. 2022માં કોઈ પણ સારા સમયે દયાબેનના પાત્રને સિરિયલમાં પરત લાવવામાં આવશે. દર્શકોને ફરી એકવાર જેઠાલાલ તથા દયાભાભી પોતાના પ્રેમ અને મીઠા ઝઘડાથી મનોરંજન કરતાં નજર આવશે.

આ પણ વાંચો-કરન મેહરાનો પત્ની પર ગંભીર આરોપ, પર પુરુષ સાથે છે સંબંધ, '11 મહિનાથી મારા ઘરમાં એક વ્યક્તિ રહે છે'

દિશાબેન કે નિશાબેન જે હોય દયા ભાભી ચોક્કસ આવશે
અસિત મોદીએ આગળ કહ્યું હતું કે તેમને ખ્યાલ નથી કે દિશા વાકાણી જ દયાબેન તરીકે પરત ફરશે. ટીમના દિશા વાકાણી સાથે હજી પણ સારા સંબંધો છે. જોકે હવે તેમના લગ્ન થઈ ગયા છે અને તેમને એક દીકરી છે. તેઓ પોતાની જવાબદારીમાં વ્યસ્ત છે. દરેકનું અંગત જીવન હોય છે, તેથી તે આ અંગે કમેન્ટ કરી શકે નહીં, પરંતુ દિશાબેન હોય કે નિશાબેન, ચાહકોને દયાબેન અચૂકથી જોવા મળશે એ નક્કી છે.

3 કલાક કામ અને એક એપિસોડનાં 1.5 લાખ રૂપિયા
મીડિયા રિપોર્ટ્સના મતે, દિશાએ શોના એક એપિસોડ દીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે. જોકે આ અંગે દિશા વાકાણી કે મેકર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી.
First published:

Tags: Daya bhabhi, Disha vakani, Jetha Lal, TMKOC