તો હવે 'તારક મહેતા..' માં નહીં સાંભળવા મળે દયાભાભીનું 'હૈ મા માતાજી..' !

શાની દીકરી હાલમાં ઘણી નાની છે અને દિશાનાં પરિવારને હાલમાં તેની જરૂર પણ છે. હાલમાં અમે દિશાનાં પરત ફરવા પર કોઇ ચોક્કસ વાત કરી શકીએ તેમ નથી

શાની દીકરી હાલમાં ઘણી નાની છે અને દિશાનાં પરિવારને હાલમાં તેની જરૂર પણ છે. હાલમાં અમે દિશાનાં પરત ફરવા પર કોઇ ચોક્કસ વાત કરી શકીએ તેમ નથી

 • Share this:
  મુંબઇ: સબ ટીવીનાં લોકપ્રીય શો 'તારક મહેતા..'નાં દયા ભાભી એટલે કે દિશા વાકાણી હાલમાં શો છોડી રહી હોવાનાં સમાચાર વાઇરલ થઇ રહ્યાં છે. રિપોર્ટની માનીયે તો, દિશા મા બન્યા બાદ તેની પર્સનલ લાઇફમાં ઘણી વ્યસ્ત થઇ ગઇ છે. અને તેનો સંપૂર્ણ સમય દીકરી પાછળ જ વિતાવી રહી છે. તેની દેખ-રેખમાં તેનો મોટાભાગનો સમય નીકળી રહ્યો છે. એવામાં તેનું શોમાં પરત ફરવું હાલમાં મુશ્કેલ છે. આ વિશે જ્યારે શોનાં પ્રોડ્યુસર અસિત કૂમાર મોદીને પુછવામાં આવ્યું તેમણે કહ્યું કે, દિશાની દીકરી હાલમાં ઘણી નાની છે અને દિશાનાં પરિવારને હાલમાં તેની જરૂર પણ છે. હાલમાં અમે દિશાનાં પરત ફરવા પર કોઇ ચોક્કસ વાત કરી શકીએ તેમ નથી.

  દિશાએ નથી આપ્યું શો છોડવાનું કન્ફરમેશન
  હજુ સુધી દિશાએ પણ શો છોડવા બાબતે કોઇ કન્ફરમેશન આપ્યુ નથી. એવામાં અમે તે નથી કહી શકતા કે દિશાએ શો છોડી જ દીધો છે. આપને જણાવી દઇએ કે ગત વર્ષે સેપ્ટેમ્બર મહિનામાં દિશાએ છેલ્લે શૂટ કર્યુ હતું. હવે દિશા શો છોડીને જાય છે તો આ તેનાં ફેન્સ માટે મોટો ઝટકો લાગી શકે છે.

  હવે નહીં સાંભળવા મળે હૈ મા માતાજી
  તેનાં બોલવા અને હસવાનો અંદાજ તેનાં ચાહકો પસંદ કરતા હતાં. શોમાં કોઇપણ સ્ટાર આવે તો તે દિશા સાથે ગરબા જરૂરથી ગાતુ હતું. દિશાનો હૈ મા માતાજી.. વાળો ડાઇલોગ હોય કે પછી તેની માતા સાથે ફોન પર પતિનાં નામ પાડવાની આદત હોય તેની ઝીણી ઝીણી વાત દર્શકોને પસંદ આવતી હતી

  વર્ષ 2008થી કરે છે 'તારક મહેતા.. શો'
  દિશા વર્ષ 2008થી સતત 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'માં કામ કરી રહી હતી. તેનો જન્મ 17 સેપ્ટેમ્બર, 1978નાં રોજ અમદાવાદમાં થોય હતો.

  દિશાએ તારક મહેતા ઉપરાંત વર્ષ 2004માં ખિચડી અને વર્ષ 2005માં ઇન્સ્ટંટ ખિચડી શોમાં કામ કર્યુ હતું તે જોધા અકબર ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે.
  Published by:Margi Pandya
  First published: