શ્રીદેવીના મોત પાછળ દાઉદ ઈબ્રાહિમનો હાથ હોવાનો ખુલાસો....!

 • Share this:
  દુબઈમાં જુમેરાહ ટાવર્સમાં 23 ફેબ્રુઆરીએ શ્રીદેવનું નિધન થયું. દુબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું કે તેનું મોત બાથટબમાં ડુબી જવાના કારણે થયું છે. દુબઈ પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ તેને એક્સીડેન્ટલ ડેથ બતાવીને ફાઈલ ક્લોઝ કરી દેવામાં આવી હતી.

  પરંતુ હવે દિલ્લીના રિટાયર્ડ એસપી વેદ ભૂષણનું માનવું છે કે શ્રીદેવીનું નિધન એક્સીડેન્ટલ ડેથ નથી. પરંતુ હત્યાનો મામલો હોય શકે છે. આ વાતને લઈને તેઓ ઘણા સમયથી તપાસ પણ કરી રહ્યાં છે ત્યારે તેનું કહેવું છે કે શ્રીદેવીના મોત પાછળ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો હાથ હોય શકે છે. તેમનું કહેવું છે કે શ્રીદેવીનું મોત પુરી રીતે પ્લાન કરેલુ મર્ડર પણ હોય શકે છે.

  વેદ ભૂષણને વિશ્વાસ છે કે આ ઘટમા પાછળ દાઉદનો હાથ હોય શકે છે. કારણ કે દુબઈમાં તેની ખાસી એવી પકડ છે અને સાથે જ દુબઈના પ્રિંસ પરિવાર સાથે પણ તેના સારા સંબંધો છે. એસ પી વેદ ભૂષણે પોતાની પ્રાઈવેટ તપાસ એજન્સી સાથે દુબઈમાં સ્થિત દાઉદની હોટલ પર પણ ગઈ અને ત્યાં એક રાત વિતાવી હતી. શ્રીદેવીના મોતને લઈને વેદ ટુંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. જેથી આ કેસની ફાઈલ ફરીથી ઓપન કરવામાં અને તપાસ ફરીથી કરાવવામાં આવે.

  ફ્રી પ્રેસ જર્નલના રિપોર્ટ અનુસાર, વેદે જણાવ્યું કે તેમને દુબઈ પોલીસ પાસેથી શ્રીદેવીના લોહીના સેમ્પલ માગ્યા અને સાથે શ્રીદેવીના ફેફસામાં કેટલુ પાણી ભરાયું હતું તે અંગેનો રિપોર્ટ માગ્યો છે. પરંતુ પોલીસે આ તમામ જાણકારી આપવાની ના પાડી દીધી હતી. દસ્તાવેજના નામ પર પોલીસે વેદને માત્ર શ્રીદેવીના પોસ્ટમોર્ટમના રિપોર્ટની એક કોપી આપી છે.

  આ સાથે જ વેદે જણાવ્યું કે ઓમાનમાં શ્રીદેવીના નામ પર અંદાજીત 240 કરોડ રૂપિયાનો જીવન વીમો પણ ભરવામાં આવ્યો હતો. નિયમ અનુસાર, વીમાના પૈસા પણ ત્યારે જ મળે કે જ્યારે શ્રીદેવીનું નિધન દુબઈમાં થાય અને એવું જ થયું. જેને લઈને વેદ ભૂષણે આ મામલે પર વધુ શંકા જણાવી છે.

  આ વાતને લઈને વેદ ભૂષણે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. પરંતુ કોર્ટે આ અરજીને 11 મેની સુનાવણી દરમિયાન રદ કરી દીધી હતી. જેથી હવે વેદનો દાવો છે કે સમય આવવા પર તે આ કેસને લઈને ઘણા મોટા ખુલાસા કરશે.
  Published by:Nisha Kachhadiya
  First published: