Home /News /entertainment /Dasvi Movie Review: દમદાર સ્ટોરી અને રાજકારણના હળવા વ્યંગ સાથે ફિલ્મ ‘દસવી’ સમજાવશે શિક્ષણનું મહત્વ

Dasvi Movie Review: દમદાર સ્ટોરી અને રાજકારણના હળવા વ્યંગ સાથે ફિલ્મ ‘દસવી’ સમજાવશે શિક્ષણનું મહત્વ

દસવી ફિલ્મ રિવ્યુ

dasvi review : દસવી (Dasvi) ફિલ્મ જોવાનું મન બનાવી રહ્યા છો, તો જોઈલો ફિલ્મનું રિવ્યુ. અભિષેક બચ્ચન (Abhishek Bachchan), યામી ગૌતમ (Yami Gautam) અને નિમરત કૌર (Nimrat Kaur) ની એક્ટીંગના વખાણ થઈ રહ્યા છે.

Dasvi Movie Review : રાજકીય વ્યંગ અને ડ્રામા દસવી (Film Dasvi Rivew) તેના શીર્ષક પર ખરી ઉતરે છે. આપણા નેતાઓ કેટલા ભ્રષ્ટ છે અને તેઓ કેવી રીતે સિસ્ટમને મારી મચડી પોતાના હિત માટે ઉપયોગ કરે છે, તે વાત આપણે સારી રીતે જાણીએ છીએ. નેટફ્લિક્સ (Netflix)ની આ ફિલ્મમાં દેશમાં શિક્ષણ પ્રત્યેના આદરનો અભાવ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ફિલ્મમાં સાક્ષરતા અને નિરક્ષરતા વચ્ચેની લડાઈ છે.

આઠમું પાસ ગંગારામ ચૌધરી હરિત પ્રદેશના મુખ્યમંત્રી છે. તેઓ કૌભાંડના આરોપમાં જેલમાં જાય છે. સજા મળ્યા બાદ ગંગા પોતાની પત્ની વિમલાને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડે છે. વિમલા પણ દેશી અને ઓછું ભણેલી-ગણેલી રહી, પરંતુ ગમે તેમ કરી મુખ્યમંત્રી પદ સંભાળે છે. ગંગારામ આઠમા ધોરણથી વધુ નથી ભણ્યા અને તેમને લાગે છે કે શિક્ષણ (Education) એ સમય અને શક્તિનો માત્ર બગાડ છે.

રામ બાજપાઈની વાર્તામાંથી સુરેશ નાયર, રિતેશ શાહ અને સંદીપ લેઝેલ દ્વારા સ્ક્રિપ્ટેડ અને તુષાર જલોટા (2007ના શોબિઝમાં અભિનેતા) દ્વારા દિગ્દર્શિત ફિલ્મ દસવીના શરૂઆતના દ્રશ્યમાં જ્યારે તે તેમના મુખ્ય સચિવ, ભારતીય વહીવટી સેવાના ટોપર ટંડનની મજાક ઉડાવે છે, તે દ્રશ્ય ચૌધરીનો ભણેલા માણસો પ્રત્યેનો અણગમો દર્શાવે છે. "આ શિક્ષણનો શું ઉપયોગ છે." ચૌધરી તેના સાથીદારોને ઘમંડ સાથે કહે છે. "મારી પાસે આવી કોઈ લાયકાત નથી, પરંતુ ટંડન મારો ગુલામ છે, શોપિંગ મોલ્સ બનાવો, શાળાઓ નહીં... એક જણ પૈસા લાવશે, તો બીજો બેકારી."

પરંતુ જ્યારે ચૌધરીને તકલીફ થાય છે અને તેને શિક્ષણ પ્રણાલીમાં કૌભાંડ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવે છે, ત્યારે તેનું અભિમાન તૂટી જાય છે. કડક વલણ ધરાવતા સુપ્રિન્ટેન્ડેન્ટ જ્યોતિ દેસવાલ (યામી ગૌતમ) દ્વારા જેલમાં કોઈ પણ પ્રકારના વિશેષાધિકારને નકારી કાઢવામાં આવતા, તે પોતાને મજબૂર અનુભવે છે.

જ્યારે તે અન્ય કોઇ વસ્તુ માટે પાત્ર નથી ઠરતો ત્યારે તેને લાકડાની ખુરશીઓ બનાવવાનો આદેશ આપવામાં આવે છે. ત્યારબાદ ચૌધરીને ઔપચારિક શિક્ષણનું મૂલ્ય સમજાય છે અને તે તેના દસમા ધોરણ અથવા દસવીમાંથી પાસ થવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન આ વ્યક્તિએ પોતાની પત્ની બિમલા દેવી (નિમરત કૌર)ને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડી દીધી છે અને સત્તા તેને ભ્રષ્ટ કરી નાખે છે અને તેને જેલમાંથી તેના પતિના આદેશોને રદ કરવા દબાણ કરે છે. તે નવી સત્તા સાથે એટલી બધી નશામાં છે કે તે પોતાનું એક પૂતળું પણ લગાવે છે અને મેડમ તુસાદમાં રહેવાનું સપનું જુએ છે! આજકાલ રાજકીય સત્તાના ઉચ્ચ સ્તરોમાં આપણે જે જોઈ રહ્યા છીએ તેનું આકર્ષક પ્રતિબિંબ આ ફિલ્મ છે.

આ પણ વાંચોDasvi : અભિષેક બચ્ચનની 'દસવી' કેમ જોવા જેવી? અહીં જાણો, માત્ર 5 પોઈન્ટમાં

અગાઉની ફિલ્મોમમાં આપણે જે જોયું છે તેના કરતા અભિષેક બચ્ચનનું કામ ઘણું સારું છે. જોકે, યામી ગૌતમને હજુ પણ પોતાની પહેલી ફિલ્મ વિક્કી ડોનરની સ્ટાઇલથી આગળ વધવાની જરૂર છે. બીજી તરફ કૌરે દર્શકોના દિલ જીતી લીધા છે. એક સામાન્ય ગૃહિણીમાંથી ઘમંડી રાજકારણી મહિલામાં પરીવર્તિત થઇને તે રાજકારણના તમામ સારાનરસા પાસાઓ શીખી જાય છે.
First published:

Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Film Review, Movie Review, Review, Yami Gautam, અભિષેક બચ્ચન