Home /News /entertainment /

VIDEO: ધરમજીના ખેતરમાં ઉગ્યા વિદેશી ફળ, બોલ્યા બોબીએ લગાવ્યો હતો છોડ

VIDEO: ધરમજીના ખેતરમાં ઉગ્યા વિદેશી ફળ, બોલ્યા બોબીએ લગાવ્યો હતો છોડ

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઝગમગાટથી દૂર પોતાનાં ખેતરમાં તાજા શાકભાજી, ફળફળાદી ઉગાવવામાં હિમેન ધરમેન્દ્ર વ્યસ્ત છે. અને પોતાનાં વીડિયો તે અવાર નવાર તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરતા જોવા મળે છે. પોતાનાં ખેતર વીશે, શાકભાજી વિશે, પર્યાવરણ વિશે તે પોતાનાં વિચાર આ વીડિયોમાં શેર કરતા રહે છે. આ વખતે તેમણે ખેતરમાંથી એક વીડિયો શેર કર્યો છે જેમાં તે વિદેશી ફળ એવોકાડોની વાત કરે છે.

    તેમનાં ખેતરમાં એવોકાડોનું છોડ વાવવામાં આવ્યુંહ તું જેને હવે ફળ આવી ગયા છે. આ વિશે ધરમજી તેમનાં વીડિયોમાં જણાવે છે. આ વિદેશી ફળની વાવણી બોબી દેઓલે કરી હતી જેની વાત પણ તે તેમનાં વીડિયોમાં કહે છે. આ વીડિયો અત્યાર સુધીમાં સવા લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં ધરમજી ખુબજ ખુશમીજાજમાં છે તે પોતે કહે છે કે હું આજે ખુબજ એક્સાઇટેડ છું. આ ફળ જોઇને મને આનંદ થયો છે.








    View this post on Instagram





    Love you, for your response to my previous post . Some surprise, some excitement from my farm


    A post shared by Dharmendra Deol (@aapkadharam) on
















    View this post on Instagram





    MY LOVING COWS AND BUFFALOES , HAVE ENOUGH OF GRAZING LAND, I AM STOCKING GOLDEN BHUSA FOR THEM FOR 2019.


    A post shared by Dharmendra Deol (@aapkadharam) on






    આ પહેલાં પણ ધરમજી તેમનાં ખેતરનાં ટામેટા અને રિંગણનાં તેમજ અન્ય વીડિયો શેર કરી ચુક્યા છે. આપને જણાવી દઇએ કે 8 ડિસેમ્બરનાં રોજ 1935નાં રોજ પંજાબનાં લુધિયાણાનાં નસરાલી ગામમાં થયો હતો. ધરમેન્દ્ર વર્લ્ડ આયરન મેન એવોર્ડથી નવાઝવામાં આવ્યા છે. તેમણે ફિલ્મોમાં વર્ષ 1960માં અર્જુન હિંગોરાનીની ફિલ્મ 'દિલ  ભી તેરા હમ ભી તેરે'થી ડેબ્યુ કર્યુ હતું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Avocado fruits, Boby deol, Darmendra, Video viral, ખેતી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन