Home /News /entertainment /James Bondને ગુજરાતીમાં બોલતા સાંભળો, 'નામ છે બોન્ડ, જેમ્સ બોન્ડ' ઓફિશિયલી ગુજરાતી ભાષામાં ડબ થઇ 'No Time To Die'
James Bondને ગુજરાતીમાં બોલતા સાંભળો, 'નામ છે બોન્ડ, જેમ્સ બોન્ડ' ઓફિશિયલી ગુજરાતી ભાષામાં ડબ થઇ 'No Time To Die'
'નો ટાઇમ ટુ ડાઇ' ડેનિયલ ક્રેગની સ્પાય જેમ્સ બોન્ડ તરીકેની પાંચમી અને અંતિમ ફિલ્મ છે
James Bond in Gujarati: 'જેમ્સ બોન્ડ' સિરીઝની છેલ્લી બનેલી ફિલ્મ 'નો ટાઇમ ટૂ ડાઇ' (No Time To Die)નું ઓફિશિયલ ગુજરાતી ડબિંગ (Gujarati Dub) થઇ ગયું છે. ડેનિયલ ક્રેગ (Daniel Craig) સ્ટાર આ ફિલ્મ હવે ટૂંક સમયમાં રિલીઝ થઇ શકે છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જો આપ એક ગુજરાતી છો તો તમારા માટે એક સારા સમાચાર (Proud Gujarati)છે. આમ તો ગુજરાતીઓ (James Bond in Gujarati) તેમની ભાષા કરતાં વધારે હિન્દી, સાઉથ અને ઇંગ્લિશ ભાષાની ફિલ્મોનાં વધુ શોખીન હોય છે. પણ જ્યારે તેમને કોઇ ઇંગ્લિશ ફિલ્મ ગુજરાતીમાં ડબ કરેલી જોવા મળે તો.. આવું તો પહેલાં કોઇ ગુજરાતીએ નહીં વિચાર્યું હોય પણ આ બની રહ્યું છે. કારણ કે દુનિયામાં સૌથી વધુ કોઇ ફિલ્મ સિરીઝનાં કોઇ ફેન હોય તો તે છે 'જેમ્સ બોન્ડ' અને આ જ સિરીઝની છેલ્લી બનેલી ફિલ્મ 'નો ટાઇમ ટૂ ડાઇ' (No Time To Die)નું ઓફિશિયલ ગુજરાતી ડબિંગ થઇ ગયું છે. ડેનિયલ ક્રેગ (Daniel Craig) સ્ટાર આ ફિલ્મ હવે ટૂંક સમયમાં રિલીઝ થઇ શકે છે.
આ ફિલ્મ આમ તો વર્ષ 2020માં રિલીઝ થાની હતી. પણ કોરોના વાયરસ (Corona Virus)નાં કારણે આ ફિલ્મ હજુ સુધી રિલીઝ થઇ ન હતી. પણ હવે 30 સ્પટેમ્બરનાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. તે પહેલાં ફિલ્મ મેકર્સ તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે, આ ઇંગ્લિશ ફિલ્મનું હિન્દી સીવાય ગુજરાતીમાં પણ ડબિંગ થશે. આ હોલિવૂડની પહેલી ફિલ્મ હશે જે ઓફિશિયલી ગુજરાતીમાં રિલીઝ થશે. ગુજરરાતી ડબમાં ટ્રેલર પણ રિલીઝ થઇ ગયુ છે જેમાં જેમ્સ બોન્ડ (James Bond) એટલે કે ડેનિયલ ક્રેગ બોલતો સંભળાય છે 'નામ છે બોન્ડ, જેમ્સ બોન્ડ'
અહીં જુઓ ગુજરાતી ટ્રેલર-
" isDesktop="true" id="1130464" >
દરમિયાન, 'નો ટાઇમ ટુ ડાઇ' (No Time To Die)ની રિલીઝ પહેલાં, ફિલ્મનાં મેકર્સે ડેનિયલ ક્રેગની સુપર જાસૂસ તરીકેની 15 વર્ષની સફર દર્શકોને બતાવવાનો ટ્રાય કર્યો છે. જે એપલ ટીવીનાં (Apple TV) કસ્ટમર્સ માટે 7 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી ફ્રીમાં હશે. 30થી વધુ દેશોમાં એપલ ટીવીનાં ગ્રાહકોને આ ફિચર ફિલ્મ ફ્રીમાં જોવા મળશે. આ ફિલ્મ 45 મિનિટની છે જેનું નામ 'બીઇંગ જેમ્સ બોન્ડ' ચે જેમાં ડેનિયલ ક્રેગની સુપર જાસુસની 15 વર્ષની સફર દર્શાવવામાં આવી છે.
ડેડલાઇનનાં અહેવાલ અનુસાર, બીઇંગ જેમ્સ બોન્ડ ફિલ્મમાં બોન્ડ ફિલ્મોમાં ડેનિયલ ક્રેગના પહેલા ક્યારેય ન જોયેલા ફૂટેજને દર્શાવવામાં આવશે, જેમાં કેસિનો રોયલ, ક્વોન્ટમ ઓફ સોલેસ, સ્કાયફોલ, સ્પેક્ટર, અને લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ જેવી ફિલ્મોની ફૂટેજ જોવા મળશે. 'નો ટાઇમ ટુ ડાઇ' ડેનિયલ ક્રેગની સ્પાય જેમ્સ બોન્ડ તરીકેની પાંચમી અને અંતિમ ફિલ્મ છે
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર