Home /News /entertainment /Dangerous accident video : BMW ની બેકાબૂ સ્પીડ, જુઓ કેવી રીતે ડિવાઈડર કૂદી સ્કૂટી સવાર મહિલાને કચડી

Dangerous accident video : BMW ની બેકાબૂ સ્પીડ, જુઓ કેવી રીતે ડિવાઈડર કૂદી સ્કૂટી સવાર મહિલાને કચડી

મેંગ્લોરમાં ભયંકર રોડ અકસ્માત

Dangerous accident video : આ ઘટના બલ્લાલબાગ જંકશન (mangalore accident) પર બપોરે લગભગ 1.30 વાગ્યે બની હતી. સોશિયલ મીડિયા પર એક યુઝરે આ દર્દનાક અકસ્માતનો ચોંકાવનારો વીડિયો (Accident Video) શેર કર્યો છે.

    Dangerous accident video : મેંગલુરુ (mangalore) માં એક સ્પીડિંગ કારે સ્કૂટી પર સવાર એક મહિલાને ટક્કર મારી હતી (Horrific Road Accident). આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત (Road Accident Video) ની તસવીર સીસીટીવી કેમેરામાં કેદ (Accident CCTV) થઈ ગઈ હતી. વાસ્તવમાં આ મહિલા સ્કૂટી પર સવાર થઈને રોડ પર ડિવાઈડરની બાજુમાં ઊભી હતી. આ દરમિયાન એક ઝડપથી આવી રહેલી BMW કાર ડિવાઈડર ઓળંગીને સ્કૂટી સાથે અથડાઈ હતી.

    આ ઘટના બલ્લાલબાગ જંકશન (mangalore accident) પર બપોરે લગભગ 1.30 વાગ્યે બની હતી. આ અકસ્માતમાં મહિલા સહિત અન્ય કાર ચાલકને ઈજા થઈ હતી, જેમની સારવાર ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે આ દર્દનાક અકસ્માતનો ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે.

    તો અન્ય એક મહિલા જે ડિવાઈડર પર રોડ ક્રોસ કરવા ઉભી હતી. જેનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. કારણ કે કારે રોડની બીજી બાજુ પાર્ક કરેલી સ્કૂટી સવાર મહિલાને ટક્કર મારી હતી. જો કે આ દરમિયાન ડિવાઈડર પર ઉભેલી મહિલાનું સંતુલન બગડ્યું અને તે જમીન પર પડી.



    આ ભયાનક માર્ગ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રાફિક ધીમી ગતિએ જઈ રહ્યો હતો અને તે દરમિયાન એક સ્પીડમાં આવતી BMW કાર ડિવાઈડર પરથી કૂદીને મહિલાને ટક્કર મારી હતી.

    આ પણ વાંચોઆશારામ આશ્રમની અંદર પાર્ક કરેલી કારમાંથી મળી યુવતીની લાશ, 4 દિવસથી હતી ગૂમ

    આ અકસ્માત બાદ સેંકડો લોકો રોડ પર એકઠા થઈ ગયા હતા. કેટલાક લોકોએ ઘાયલ મહિલાની મદદ કરી, જ્યારે કેટલાક લોકો કારના ડ્રાઈવર પર ગુસ્સે થઈ ગયા અને માર મારવા લાગ્યા. કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકા છે. હાલ ટ્રાફિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Accident video, Horrific road accident, Live Accident video, Road accident, Road Accidents

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन