ડાન્સર કોરિયોગ્રાફર રેમો ડિ'સોઝાને આવ્યો હાર્ટ એટેક, કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ

ડાન્સર કોરિયોગ્રાફર રેમો ડિ'સોઝાને આવ્યો હાર્ટ એટેક, કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ
રેમો ડિસોઝાને આવ્યો હાર્ટ એટેક

ડાન્સર કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને મુંબઇની જાણીતી કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ ABCDની ફ્રેન્ચાઇઝી બનાવનારા અને ટીવી શો ડાન્સ પ્લસ અને ડાન્સ ઇન્ડિયા ડાન્સનાં જજ રેમો ડિસોઝાને હાર્ટ એટેક આવ્યો છે. ડાન્સર કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને મુંબઇની જાણીતી કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. એબીપી ન્યૂઝની રિપોર્ટ પ્રમાણે, આજે શુક્રવારે બપોરે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેણે એન્જીયોગ્રાફી કરાવી. અને હાલમાં તે ICUમાં દાખલ છે. તેમની પત્ની લીઝૈલ હાલમાં તેમની સાથે હોસ્પિલમાં હાજર છે.

  ડાન્સર કોરિયોગ્રાફર ધર્મેશ યેલાન્ડેએ ઇટી ટાઇમ્સ સાથે વાત કરતાં જણાવ્યું કે, આ સમાચાર સાચા છે. હાલમાં રેમો સરની તબિયત સુધારા પર છે. અમે તમામ કોકીલા બેન હોસ્પિટલમાં હાજર જ છીએ. તેઓને એક નાનકડી સર્જરીની જરૂર છે જે બાદ બધુજ યોગ્ય થઇ જશે. અમને હાલમાં અંદર જવા માટે પરવાનગી નથી. પણ અમે સતત તેમની પત્ની લીઝૈલ ડિસોઝાની સાથે ફોન પર સંપર્કમાં છે. રેમો સરની તબિયત સારી છે.


  View this post on Instagram

  A post shared by Remo Dsouza (@remodsouza)
  થોડા કલાક પહેલાં જ રેમોએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો હતો. 'દિલ ના તોડુંગા' મ્યૂઝિક વીડિયો છે જેમાં સિદ્ધાર્થ ગુપ્તા અને કરિશ્મા શર્મા નજર આવે છે. આ મ્યૂઝિક વીડિયો 13 ડિસેમ્બર 2020નાં રિલીઝ થશે.
  Published by:Margi Pandya
  First published:December 11, 2020, 17:58 pm

  ટૉપ ન્યૂઝ