ન્યૂઝ18 ગુજરાતી: ટીવીના લોકપ્રિય શો 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'ની પહેલી સિઝનના વિનર સલમાન યુસુફ ખાન પર એક મહિલા મોડલ-કોરિયોગ્રાફરે છેડતીનો આરોપ મૂક્યો છે. આ ઘટના મુંબઇના ઓશિવારા સ્થિત એક કોફી હાઉસની છે, જ્યાં સલમાને કોરિયોગ્રાફર સાથે છેડતીનો પ્રયાસ કર્યો હતો. મહિલાની ફરિયાદ બાદ પોલીસે સલમાન વિરુદ્ધ કલમ 354 હેઠળ કેસ દાખલ કર્યો છે.
પોલીસ સલમાનને શોધી રહી છે. છેલ્લા ઘણા સમયથી બોલિવૂડમાં #MeToo અભિયાન ચાલી રહ્યું છે. જેમાં ઘણી મહિલાઓ તેમની સાથે થયેલા યૌન શોષણ સામે અવાજ ઉઠાવી રહી છે. સૌથી પહેલાં અભિનેત્રી તનુશ્રી દત્તાએ અભિનેતા નાના પાટેકર પર આરોપ મૂક્યો હતો અને તે પછી ઘણા સ્ટાર્સ પરથી પડદો ઉચકાયો હતો.
Correction: Sexual harassment complaint filed against dancer/choreographer Salman Yusuf Khan in Oshiwara Police Station, Mumbai. Police begin the investigation. #Maharashtra (original tweet will be deleted) https://t.co/7GRK296WqJ
આ ઘટના વર્ષ 2018ની છે. સલમાને મોડલને ફૈફેમાં મળવા બોલાવી હતી. તેણે મહિલાને કહ્યું હતું કે, તે દુબઇના એક બોલિવૂડ પાર્કમાં પર્ફોર્મ કરવાનો છે. આ શોમાં તેની સાથે કેટલાક બીજા ડાન્સર પણ આવશે. વાતચીત બાદ સલમાને મોડલને તેની કારમાં બેસાડી હતી અને છેડતી કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર