Home /News /entertainment /

Dance Deewane: સોનૂ સૂદની સામે ધ્રુસકે ધ્રુસકે રડી પડી ભારતી સિંહ, 'હવે મા નથી બનવું મારે'

Dance Deewane: સોનૂ સૂદની સામે ધ્રુસકે ધ્રુસકે રડી પડી ભારતી સિંહ, 'હવે મા નથી બનવું મારે'

(Photo-@colorstv/Instagram)

કોમેડી ક્વિન ભારતી સિંહ (Bharti Singh) શનિવારનાં ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દીવાને' (Dance Deewane)નાં સેટ પર ખુબજ ઇમોશનલ થઇ ગઇ. ભારતીનાં આંસુઓ જોઇને સોનૂ સૂદ (Sonu Sood) અને નોરા ફતેહી (Nora Fatehi)નાં આંસૂ પણ ન રોકાઇ શક્યા.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોમેડી ક્વિન ભારતી સિંહ (Bharti Singh) તેનાં લાફ્ટર અને મજેદાર જોક્સ માટે જાણીતી છે. તે શનિવારનાં કલર્સ ચેનલ (Colors TV) પર આવતા ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાને (Dance Deewane)નાં સેટ પર કંઇક એવું થયું કે ભારતી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી એટલું જ નહીં તેણે રડા રડતા કહ્યું કે, કેમ તે મા બનવાં નથી ઇચ્છતી. ભારતીનાં આંસૂ જોઇ ત્યાં જજની ખુરશી પર બેઠેલો સોનૂ સૂદ (Sonu Sood) અને નોરા ફતેહી (Nora Fatehi) પણ તેનાં આંસૂ રોકી ન શક્યા.

    શનિવારનાં ડાન્સ દિવાનેનાં સેટ પર સ્પેશલ ગેસ્ટ બની સોનૂ સૂદ પહોચ્યો હતો. આ આપતકાળનાં સમયમાં સોનૂ સૂદે હજારો લોકોની મદદ કરી છે. લોકડાઉનમાં કોઇ મજબૂર અને લાચાર લોકોને તેણે ઘરે પહોચાડવામાં મદદ કરી છે. તો બેરોજગારને નોકરી પહોંચાડી છે, સોનૂ સૂદે તેનાં ફાઉન્ડેશન દ્વારા લોકોની ખુબજ મદદ કરી છે. એવામાં શનિવારનાં એક એપિસોડમાં ઘણાં ડાન્સ પરફોર્મન્સમાં કોરોના અને તેનાં સાથે જોડાયેલી દર્દનાક કહાનીઓ જોવામાં આવી. એક ડાન્સ પરફોર્મન્સ દ્વારા જણાવવામાં આવ્યું કે, કેવી રીતે સૌથી નાની ઉંમરની 2 મહિનાની બાળકીને કોરોના થયો અને તેને બચાવી ન શક્યાં








    View this post on Instagram






    A post shared by ColorsTV (@colorstv)






    આ પરફોર્મન્સ બાદ ભારતી ઘણી ઇમોશનલ થઇ ગઇ હતી અને તેણે તેની માતાને કોરોના થઇ ગયા અને તે સમયે તેની હાલત કેવી હતી તે અંગે જણાવ્યું હતું. ભારતીએ કહ્યું કે, 'મા ફોન કરતી અને રડતી હતી કે સામે વાળા અંકલ નથી રહ્યાં. હું ડરવા લાગી હતી કે ક્યાંક મને તો ફોન નહીં આવેને... આ કોરોનાએ અંદરથી તોડી નાંખી છે.

    ભારતી સ્ટેજ પર ઘણી ઇમોશનલ થઇ ગઇ અને તેણે કહ્યું કે, તેને માલૂમ ન પણ ન હતું કે, આટલા નાના નાના બાળકોને પણ કોરોના થઇ રહ્યો છે. ભારતીએ વધુમાં કહ્યું કે, સોનૂ ભાઇ અમે ગત ઘણાં સમયથી બેબી પ્લાન કરવાનું વિચારી રહ્યાં છીએ. પણ એવી વાતો વિચારી અને આ બીમારી અંગે વિચારી મન નથી કરતું કે અમે વાત કરીએ કારણ કે, હું આમ રડવા નથી ઇચ્છતી. હું ખુબજ સ્ટ્રોન્ગ છુ. સૌને હસાવતી રહુ છું. પણ હું એટલી પણ સ્ટ્રોંગ નથી કે આ દુખ (બાળક ગુમાવવાનું) સહન કરી શકું. મારી હિંમત જ નથી થતી કે હું હર્ષને જણાવું કે આફણે બેબી પ્લાન કરીએ.. ભારતીની આ હાલત જોઇ નોરા ફહેતી પણ રડવા લાગી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Bharti singh, Dance Deewane, Entertainment news, News in Gujarati, Nora fatehi, Sonu sood, ગુજરાતી ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन