મુંબઈ : મુમતાઝ (Mumtaz)ને ડાન્સ દીવાને 3 (Dance Deewane season 3)ના સેટ પર માધુરી દીક્ષિત (Madhuri Dixit) સાથે સ્ક્રીન શેર કરવા માટે સ્પેશ્યલ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પહેલો એવો પ્રસંગ હોત જેમાં પ્રશંસકો માધુરી દીક્ષિત અને મુમતાઝને એક સાથે સ્ક્રીન પર જોઈ શકત.
રિયાલિટી શોમાં અવારનવાર ખાસ એપિસોડ માટે સ્પેશ્યલ ગેસ્ટને બોલાવવામાં આવે છે. આ કારણે લોકોને જૂના કલાકારોથી જોડાયેલા રહેવાનો લોકોને મોકો મળે છે. પછી એ ચાહે સિંગિંગ રિયલિટી શો હોય કે ડાન્સિંગ, આપણે હંમેશ જૂના સ્ટાર્સને જોઈએ છીએ. થોડા સમય પહેલા ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show)માં ધર્મેન્દ્રને સ્પેશ્યલ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા. આ શોમાં અગાઉ પણ અન્ય દિગ્ગજ સ્ટાર્સ આવી ચૂક્યા છે. ડાન્સિંગ રિયલિટી શો ‘ડાન્સ દિવાને 3’ (Dance Deewane Season 3) સાથે જોડાયેલા આવા જ સમાચાર સામે આવ્યા છે.
આ શોના મેકર્સે થોડા સમય પહેલા દિગ્ગજ અદાકારા મુમતાઝને શો પર સ્પેશ્યલ ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા. સાથે જ એ પહેલો એવો પ્રસંગ હોત કે જેમાં પ્રશંસકો માધુરી દીક્ષિત અને મુમતાઝને એક સાથે સ્ક્રીન પર જોઈ શકત. આ સાથે હાલના દિવસોમાં મુમતાઝનો કોઈ રિયલિટી શોમાં પહેલો ગેસ્ટ અપિયરન્સ હોત. આખી ટીમ મુમતાઝને લઈને ખૂબ જ એક્સાઇટેડ હતી.
પરંતુ મીડિયા રિપોર્ટનું માનીએ તો શોમાં આવવા માટે મુમતાઝે એટલી મોટી રકમ માગી કે મેકર્સના હોશ ઊડી ગયા. ચેનલે મુમતાઝને રાજી કરવા શક્ય તેટલા પ્રયત્નો કર્યા, પરંતુ મુમતાઝે એટલી મોટી રકમ માંગી કે ચેનલ પણ વધારે કંઈ કહી ન શકી. મુમતાઝે શોમાં આવવા માટે 40-50 લાખ રૂપિયા માગ્યા હતા, પરંતુ ચેનલ માટે આ રકમ બહુ જ મોટી હતી. મુમતાઝ પોતાના સમયના સૌથી હિટ સ્ટાર્સમાં સામેલ હતા. તેમના શો પર આવવાથી શોની ટીઆરપીમાં ફાયદો થયો હોત.
મુમતાઝ થોડા દિવસો પહેલા ધર્મેન્દ્ર સાથે રિયુનિયન (Dharmendra Mumtaz reunion)ના કારણે ચર્ચામાં હતા
..અને મુમતાઝની મુલાકાત બાદ આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
તમને જણાવી દઈએ કે, મુમતાઝ થોડા દિવસો પહેલા ધર્મેન્દ્ર સાથે રિયુનિયન (Dharmendra Mumtaz reunion)ના કારણે ચર્ચામાં હતા. બંને ‘લોફર’, ‘ઝીલ કે ઉસ પાર’, ‘આદમી ઔર ઇન્સાન’, ‘મેરે હમદમ મેરે દોસ્ત’ સહિતની ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. તેમનો સાથેનો ફોટો તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
બંનેનો ફોટો એ માટે પણ ખાસ હતો કેમ કે આ ફોટોમાં મુમતાઝ અને ધર્મેન્દ્ર ઉપરાંત ધર્મેન્દ્રની પ્રથમ પત્ની પ્રકાશ કૌર પણ હતા. પ્રકાશ કૌર અને ધર્મેન્દ્રનો આ પહેલો ફોટો છે જે મીડિયા અને લોકોની સામે આવ્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર