TV પર કોરોનાનો કહેર, MADHURI DIXITનાં 'ડાન્સ દીવાને 3'નાં 18 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

TV પર કોરોનાનો કહેર,  MADHURI DIXITનાં 'ડાન્સ દીવાને 3'નાં 18 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
Dance deewane 3

રિયાલિટી શોમાં કોરોનાનો પગ પેસારો, MADHURI DIXITનાં ડાન્સ દીવાને 3નાં 18 સભ્યો કોરોનાની ચપેટમાં

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી પર કોરનાનો કહેર એ હદે વધી ગયો છે કે, એક બાદ એક કોરોનાનાં આંકડા વધતા જઇ રહ્યાં છે. ટીવી રિયાલીટી શોમાં પણ કોરોનાનો પગપેસારો થઇ ગયો છે. ટીવીનાં શો 'ડાન્સ દીવાને 3' (Dance Deewane 3)નાં સેટનાં 18 સભ્યો કોરોના સંક્રમિત થયા છે. (18 Members Corona Virus Positive) આ શોનાં જજ માધુરી દીક્ષિત નેને (Madhuri Dixit Nene), ધર્મેશ (Dharmesh) અને તુષાર કાલિયા (Tushar Kalia) છે. જોકે, રાહતની વાત એ છે કે, શોનાં જજ તેની ચપેટમાં નથી આવ્યાં.

    ટીવી ચેનલ કલર્સનાં પ્રવક્તા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. શોનાં સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે, હજુ સુધી તેમણે સંખ્યા અંગે વાત કરી ન હતી. બીજી તરફ, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોઇઝ (FWICI)નાં મહાસચિવ અશોક દુબે અનુસાર શોનાં બે દિવસ પહેલાં 18 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યાં છે. આ લોકોમાં સેટ વર્કર્સ, લાઇટમેન, કેમેરા અટેન્ડન્ટ, અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ, આસિસ્ટન્ટ આર્ટ ડિરેક્ટર્સ અને કેટલાંક સ્પર્ધકો પણ શામેલ છે. જોકે આ તમામ હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યાં છે.



    આ શોનો બીજો શૂટ 5 એપ્રિલ માટે શૂટ કરવામાં આવ્યાં. અને બીજી વખત એક પ્રી-ટેસ્ટ કરવામાં આવશે. સેટ પર ફક્ત તે લોકોને જ આવવાની પરવાનગી મળશે જેનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવશે. જેનો કોવિડ ટેસ્ટ નેગેટિવ હશે તે જ લોકોને જ સેટ પર એન્ટ્રી મળશે.

    એક સાથે એટલાં કોરોનાનાં કેસ આવતા સેટ પર અફરા-તફરીનો અને ડરનો માહોલ ફેલાઇ ગયો છે.

    આ શો માધુરી દીક્ષિત ઉપરાંત ધર્મેશ અને તુષાર જજ કરે છે. તેમજ રાઘવ જુએલ શોને હોસ્ટ કરે છે.
    Published by:Margi Pandya
    First published:April 04, 2021, 11:31 am

    ટૉપ ન્યૂઝ