Home /News /entertainment /Shocking : મીકા સિંહ અને દલેર મેહંદીનાં મોટાભાઇ અમરજીત સિંહનું નિધન

Shocking : મીકા સિંહ અને દલેર મેહંદીનાં મોટાભાઇ અમરજીત સિંહનું નિધન

મીકા અને દલેરનુ કરિઅર બનાવનાર અમરજીતે તેમની મોટી મદદ કરી

મીકા અને દલેરનુ કરિઅર બનાવનાર અમરજીતે તેમની મોટી મદદ કરી

બોલિવૂડનાં પ્રખ્યાત ગાયક મીકા સિંહ અને દલેર મેંહદીનાં મોટા ભાઇ અમરજીત સિંહનો સોમવારે નિધન થઇ ગયુ છે. જે બાદથી સિંગરનો આખો પરિવાર ગમમાં છે. આપને જણાવી દઇએ કે અમરજીત સિંહનો લાંબા સમયથી ઇલાજ ચાલી રહ્યો હતો. જે બાદ વીતેલા દિવસોમાં તેમને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા. મીકા અને દલેરનુ કરિઅર બનાવવામાં અમરજીતે તેની ખુબ મદદ કરી હતી

આપને જણાવી દઇએ કે મીકા સિંહએ આ ખબરને તેનાં ફેન્સ સાથે શેર કરી છે. મિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યુ છે કે, મને આપ સૌને કહેતા ખુબજ દુખ થાય છે કે મારા મોટા ભાઇ અમરજીત સિંહનું નિધન થઇ ગયુ છે તે ગત ઘણાં દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતાં.




તો મીકાએ આ વાતની જાહેરાત કરતાં તેનાં મોટા ભાઇનાં અંતિમ સંસ્કાર 5 વાગ્યે દિલ્હીનાં તિલક વિહાર સ્થિત સ્મશાનમાં કરવામાં આવ્યા. ભાઇનાં ગ્યા બાદ બંને સિંગર્સની સાથે તેમનો આખો પરિવાર ગમગીન છે. તો મિકાનાં ફેન્સ તેનાં ભાઇની આત્માને શાંતિ માટે દુઆ કરી રહ્યાં છે.
First published:

Tags: Brother, Died, Mika singh, મોત