Home /News /entertainment /

Venkatesh Birthday: આ સુપરસ્ટારે 11 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું, જાણો વેંકટેશની કરિયર કહાની

Venkatesh Birthday: આ સુપરસ્ટારે 11 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું, જાણો વેંકટેશની કરિયર કહાની

દગ્ગુબાતી વેંકટેશ જન્મદિવસ

સાઉથ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા (Actor) દગ્ગુબાતી વેંકટેશ (Daggubati Venkatesh Birthday)નો આજે જન્મદિવસ (Birthday) છે. સુરેશ પ્રોડક્શન ચલાવતા સુરેશ બાબુ દગ્ગુબાતીના મોટા ભાઈ છે. વેંકટેશ ફિલ્મ પ્રોડક્શનમાં જવા માંગતા હતા, પણ બની ગયા એક્ટર

વધુ જુઓ ...
    મુંબઈ : સાઉથ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા (Actor) દગ્ગુબાતી વેંકટેશ (Daggubati Venkatesh Birthday)નો આજે જન્મદિવસ (Birthday) છે. વેંકટેશે ઘણી હિટ ફિલ્મો (Films) આપી છે. આથી તેમને 'વિક્ટરી વેંકટેશ' તરીકે પણ ઓળખવામાં આવે છે. વેંકટેશનો જન્મ 13 ડિસેમ્બર 1960ના રોજ આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)માં થયો હતો. તેણે બાળ કલાકાર (Child Artist) તરીકે પ્રથમ ફિલ્મ પ્રેમ નગરમાં કામ કર્યું હતું. તે સમયે તેની ઉંમર 11 વર્ષની હતી. વેંકટેશના પિતા ડૉ. રામનાયડુ દગ્ગુબાતી (Ramnaydu Daggubati) પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને ભૂતપૂર્વ સાંસદ હતા.

    સુરેશ પ્રોડક્શન ચલાવતા સુરેશ બાબુ દગ્ગુબાતીના મોટા ભાઈ છે

    સુરેશ પ્રોડક્શન ચલાવતા સુરેશ બાબુ દગ્ગુબાતીના મોટા ભાઈ છે. વેંકટેશે ચેન્નાઈની લોયોલા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. જે પછી તેણે મોનેટરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ, યુએસમાંથી એમબીએ કર્યું. 32 વર્ષની ફિલ્મી કરિયરમાં તેમને 80 થી વધુ ફીચર ફિલ્મો કરવાની તક મળી.

    વેંકટેશ ફિલ્મ પ્રોડક્શનમાં જવા માંગતા હતા, પણ બની ગયા એક્ટર

    કદાચ તમે નહીં જાણતા હોવ કે વેંકટેશ ફિલ્મ પ્રોડક્શનમાં જવા માંગતા હતા પરંતુ પછીથી તે તેલુગુ ફિલ્મના એક્ટર બની ગયા. વેંકટેશે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 1986માં આવેલી ફિલ્મ 'કલિયુગ પાંડાવુલુ'થી કરી હતી. આ ફિલ્મ માટે તેમને પ્રતિષ્ઠિત નંદી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

    બોલિવુડમાં અનાડી ફિલ્મથી કરિયર શરૂ કર્યું

    વેંકટેશે (Daggubati Venkatesh) બોલિવૂડમાં કરિશ્મા કપૂર સાથેની ફિલ્મ 'અનાડી'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ તે સમયની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી અને ત્યાર બાદ બોલિવૂડમાં તેન ઓળખ બની ગઈ હતી. અનાડી પછી તેને 1995માં આવેલી ફિલ્મ 'તકદીરવાલા'માં કામ કરવાની તક મળી.

    આ પણ વાંચોRajinikanth Birthday: રજનીકાંત પર પર બનેલા જોક્સો વાંચી હંસી-હંસી પેટ દુ:ખી જશે

    તેણે 1985માં નીરજા સાથે લગ્ન કર્યા. બંનેને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. પુત્રનું નામ અર્જુન રામનાથ દગ્ગુબાતી છે. દીકરીઓ અશ્રિતા, હયાવાહિની અને ભાવના હંમેશા લાઈમલાઈટથી દૂર રહી છે. વેંકટેશ પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन