Dabangg 3નું ગીત 'Yu Karke' થયું રિલિઝ, સલમાન ખાને આપ્યો છે અવાજ

News18 Gujarati
Updated: November 9, 2019, 9:36 PM IST
Dabangg 3નું ગીત 'Yu Karke' થયું રિલિઝ, સલમાન ખાને આપ્યો છે અવાજ
યુ કરકે ગીતની તસવીર

તાજેતરમાં જ ફિલ્મનું એક નવું ગીત રિલિઝ થયું છે. આ ગીતની ખાસ વાત એ છે કે સલમાન ખાને પોતે અવાજ આપ્યો છે. આ ગીતનો માત્ર ઑડિયો જ રિલિઝ થયો છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારે બૉલિવૂડની (bollywood film) આવનારી મોટી ફિલ્મોને લઇને ખુબ ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ 'દબંગ-3' (Dabbangg 3) ગત કેટલાય દિવસોથી સલમાન ખાન પોતાની ફિલ્મના પ્રમોશનમાં લાગ્યો છે.

ક્યારેક તે દબંગ 3 સાથે જોડાયેલો વીડિયો શૅર કરે તો ક્યારે પોતાની ફિલ્મોના ડાયલૉગ બોલતો દેખાય છે. આ સાથે 'દબંગ 3'ના ગીતો પણ એક પછી એક રિલિઝ થઇ રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મનું એક નવું ગીત રિલિઝ થયું છે. આ ગીતની ખાસ વાત એ છે કે સલમાન ખાને પોતે અવાજ આપ્યો છે.

આ પણ વાંચોઃ-અક્ષય કુમારનું ગીત Filhall રિલિઝ થયું, નવી એક્ટ્રેસ રોમાન્સ સાથે દેખાયો

'દબંગ 3'નું ગીત 'યુ કરકે' રિલિઝ થયું છે. આ ગીતનો માત્ર ઑડિયો જ રિલિઝ થયો છે. અત્યાર સુધી વીડિયો આવ્યો નથી. જોકે, આ ગીતને સોનાક્ષી સિન્હા અને સલમાન ખાનની તસવીર સાથે શૅર કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં ચુલબુલ અને રજ્જો વચ્ચેનો રોમાન્સ જોવા મળશે. સલમાન ખાને 'યું કરકે' આ ઑડિયો શૅર કરતા લખ્યું હતું કે, 'દબંગ 3'નું નવું ગીત 'યુ કરકે' સાંભળો તમારા પોતાના ફેવરીટ ચુલબુલ પાંડેના અવાજમાં #YuKarkeSong'

આ પણ વાંચોઃ-ઠંડીમાં હાથ-પગ સુકાઈ જાય છે? તો ફટાફટ અપનાવો આ ઘરેલું ઉપાયો



આ પહેલા 'દબંગ 3'નું એક રોમેન્ટિક સોન્ગ 'નૈના લડે' સિલિઝ થયું હતું. આ ગીત પણ ઑડિયો જ હતો. જેમાં સલમાન ખાનની સાથે તસવીરમાં સઈ માંજરેકર નજર આવી હતી. એટલે એ નક્કી છે કે ચુલબુલ પાંડે બે બે એક્ટ્રેસ સાથે ઈશ્ક કરતા દેખાશે. આ ઉપરાંત ફિલ્મનું ગીત 'હુડ હુડ દબંગ' પણ રિલિઝ થયું છે. આ ફિલ્મના પોસ્ટર્સમાં પણ સલમાન ખાન અલગ જ અંદાજમાં રિલિઝ કર્યું હતું.

આ પણ વાંચોઃ-આ 5 ઘરેલું ઉપાય તમારા કાળા પડેલા હાથ, પગ અને ચહેરો ચમકાવશે

આ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં ચુલબુલ પાંડે જૂની કહાની પણ બતાવવામાં આવી છે. જેમાં સલમાન ખાન પહેલા સઈ માંઝરેકર સાથે રોમાન્સ કરે છે અને ત્યારબાદ રજ્જોને મળે છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા મહેશ માંઝરેકની પુત્રી સઈ માંઝરેક 'દબંગ 3'થી બૉલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. પ્રભુદેવા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સલમાન ખાન ફિલ્મસના બેન હેઠળ બની રહી છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલિઝ થશે.
First published: November 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading