Home /News /entertainment /Cyber Fraud: ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર સાથે સાઇબર ફ્રોડ, ખાતામાંથી 4 લાખ રૂપિયા 'ગાયબ'
Cyber Fraud: ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર સાથે સાઇબર ફ્રોડ, ખાતામાંથી 4 લાખ રૂપિયા 'ગાયબ'
બોની કપૂર થયો સાયબર ફ્રોડનો શીકાર
Cyber Fraud: આ કેસમાં મુંબઈની અંબોલી પોલીસે (Mumbai Police) બુધવારે ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટની (Information Technology Act) સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. મળતી માહિતી પ્રમાણે માર્ચ મહિનામાં બોની કપૂરને ખબર પડી કે તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે. જ્યારે તેણે બેંકને આ અંગે પૂછ્યું તો તેને ફ્રોડની જાણ થઇ. જેની જાણ થતાં તેણે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યુસર અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીના (Sridevi) પતિ બોની કપૂર સાથે સાયબર ફ્રોડ (Cyber fraud with Film Producer Boney Kapoor) થયાનો મામલો સામે આવ્યો છે. કોઈએ તેમના ક્રેડિટ કાર્ડની માહિતી (Credit Card Information) મેળવીને 4 લાખ રૂપિયાની ચોરી કરી છે. આ કેસમાં મુંબઈની અંબોલી પોલીસે (Mumbai Police) બુધવારે ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટની (Information Technology Act) સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. મળતી માહિતી પ્રમાણે માર્ચ મહિનામાં બોની કપૂરને ખબર પડી કે તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે. જ્યારે તેણે બેંકને આ અંગે પૂછ્યું તો તેને ફ્રોડની જાણ થઇ. જેની જાણ થતાં તેણે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.
બોની કપૂરે કોઇને નહોતી આપી કાર્ડની જાણકારી
આ કેસમાં તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, કોઇએ પણ બોની કપૂર પાસે ક્રેડિટ કાર્ડની માહિતી માંગી નહોતી અને સાથે જ તેમને કોઇ ફોન પણ આવ્યો ન હતો. પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને શંકા છે કે કોઈએ કાર્ડનો ઉપયોગ કરતી વખતે ડેટાનો ઉપયોગ મેળવ્યો હતો. 9 ફેબ્રુઆરીએ સાયબર ફ્રોડે પાંચ ટ્રાન્ઝેક્શન કર્યા હતા અને બોની કપૂરના ખાતામાંથી 3 લાખ 82 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બોની કપૂરના ખાતામાંથી પૈસા ગુરુગ્રામની એક કંપનીના ખાતામાં ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનામાં બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના સસરા સાથે 27 કરોડથી વધુની છેતરપિંડી થઇ હતી. પોલીસે આ મામલે દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટકમાંથી 9 લોકોની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂરના સસરા હરીશ આહુજા સાથે ફરીદાબાદની શાહી એક્સપોર્ટ ફેક્ટરીમાંથી 27.61 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
બોલિવૂડ નિર્માતા-દિગ્દર્શક એકતા કપૂરની કંપની બાલાજી ટેલિફિલ્મ મુંબઇના ખાતામાંથી 3.30 કરોડનું ફ્રોડ કરનારે કોરિયા જીલ્લા વહીવટીતંત્રના ખાતામાંથી 1.29 કરોડ રૂપિયા ક્લોનિંગ ચેક દ્વારા કાઢી લીધા હતા. આ ગેંગના 4 નવા સભ્યોને પોલીસે મહારાષ્ટ્ર અને ગુડગાંવથી ઝડપી પાડ્યા હતા. આ કેસમાં પોલીસ દ્વારા કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામા આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર