Home /News /entertainment /Mumbai Cruise Drug Case: બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને આપ્યા જામીન, પણ આજે જેલ મુક્ત નહીં થાય
Mumbai Cruise Drug Case: બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને આપ્યા જામીન, પણ આજે જેલ મુક્ત નહીં થાય
આર્યન ખાનના જામીન મંજુર
આ કેસમાં હાઈકોર્ટે અરબાઝ મર્ચન્ડ અને મુનમુન ધામેચાને પણ જામીન આપ્યા છે. વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, કોર્ટ શુક્રવારે તેના નિર્ણય પર વિગતવાર આદેશ જાહેર કરશે, ત્યારબાદ જેલ મુક્ત થશે
મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ને જામીન (Aryan Khan bail granted) આપી દીધા છે. આ કેસમાં હાઈકોર્ટે અરબાઝ મર્ચન્ડ અને મુનમુન ધામેચાને પણ જામીન આપ્યા છે. આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગી (mukul rohatgi)એ કહ્યું કે, કોર્ટ શુક્રવારે તેના નિર્ણય પર વિગતવાર આદેશ જાહેર કરશે, ત્યારબાદ તમામ આરોપીઓ આવતીકાલે અથવા પરમ દિવસે જેલમાંથી બહાર આવી જશે. NCBએ પોતાની દલીલો રજૂ કર્યા બાદ ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે જામીન પર ચુકાદો આપ્યો હતો. આર્યન ખાનની ક્રુઝ શિપમાં ડ્રગ્સ મળી આવવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી.
NCBના વકીલ એએસજી અનિલ સિંહે પોતાની દલીલમાં કહ્યું કે, અરબાઝ મર્ચન્ટ આર્યન ખાનનો બાળપણનો મિત્ર છે. "ભલે તમે ડ્રગ્સ ન રાખતા હોવ, પરંતુ તમે ષડયંત્રનો ભાગ તો છો, તેથી તમે કાયદાની સમાન કલમ હેઠળ સજાને પાત્ર થશો." તેના પર બોમ્બે હાઈકોર્ટની બેન્ચે પૂછ્યું કે, આર્યન ખાન કોમર્શિયલ જથ્થા સાથે ડીલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાના આરોપનો આધાર શું છે? કોર્ટે એનસીબીને પૂછ્યું કે, આ માટે તમારી પાસે શું છે? સિંહે જવાબ આપ્યો, "વોટ્સએપ ચેટમાં દેખાશે કે તેણે ડ્રગ્સ વેચવાના ઈરાદાથી સોદો કરવાનો પ્રયાસ કર્યો છે."
એએસજી સિંઘે બિઝનેસ કરવા માટે ડ્રગ્સના જંગી જથ્થાને લગતા પ્રશ્નનો વધુમાં જવાબ આપ્યો કે, “માત્ર આટલું જ નહીં, જ્યારે તેઓ જહાજ પર પકડાયા ત્યારે તમામ આઠ લોકો પાસેથી અલગ-અલગ પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા હતા. તે માત્ર એક સંયોગ ન હોઈ શકે. જો તમે ડ્રગની માત્રા અને પ્રકૃતિને જોશો, તો તે સંયોગ ન હોઈ શકે."
આર્યન ખાનના વકીલોએ મંગળવારે તેમની અરજીમાં કહ્યું હતું કે, 23 વર્ષીય આર્યન વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પાસે કોઈ પુરાવા નથી અને તેની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી અને 20 દિવસથી વધુ સમય માટે જેલમાં મોકલવામાં આવ્યો છે.
જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેએ મંગળવારે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી શરૂ કરી હતી. બુધવારે આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગી, કેસમાં સહ-આરોપી અરબાઝ મર્ચન્ટના વકીલ અમિત દેસાઈ અને એડવોકેટ અલી કાસિફ ખાન દેશમુખ, મુનમુન ધામેચા તરફથી હાજર થઈને તેમની દલીલો પૂરી કરી.
નોંધપાત્ર વાત એ છે કે, મુંબઈના દરિયાકાંઠે ક્રુઝ શિપ પર NCBના દરોડા દરમિયાન માદક દ્રવ્યોની શોધના સંબંધમાં 3 ઓક્ટોબરના રોજ આર્યન ખાન, મર્ચન્ટ અને ધામેચાની અન્યો સાથે ધરપકડ કરવામાં આવી હતી. NDPS કેસ માટેની વિશેષ અદાલતે તેની જામીન અરજી ફગાવી દીધા બાદ તેમણે ગયા અઠવાડિયે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર