Cruise Drugs Case: આર્યન ખાનને રાહત નહીં, કોર્ટે ફરીથી નકારી જામીન અરજી, કેવી થઈ દલીલો?

આર્યન ખાન ડ્રગ કેસ ગ્રાફિકસ

Cruise Drugs party Case: એનસીબીએ (NCB) આર્યન ખાન, મર્ચેન્ટ અને ધમેચાને માદક પદાર્થો (Drugs) રાખવા, આ સંબંધિત ષડયંત્ર અને સેવન, ખરીદ અને તસ્કરીના આરોપમાં ત્રણ ઓક્ટોબરે ધરપકડ (three accused arrested) કરી હતી. ત્રણેય આ સમયે ન્યાયિક કસ્ટડીમાં (Judicial custody) છે.

  • Share this:
    મુંબઈઃ મુંબઈની એનડીપીએસ કોર્ટે (NDPS Court of Mumbai)ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Cruise Drugs Case) અભિનેતા (bollywood actor) શાહરુખ ખાનના (shahrukh khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan)ની જામિન અરજી નકારી કાઢી હતી. કોર્ટે આર્યન ખાનની સાથે અરબાઝ અને મુનમુન ધમેચાની જામીન અરજી પણ નકારી કાઢી હતી. એનસીબીએ (NCB) આર્યન ખાન, મર્ચેન્ટ અને ધમેચાને માદક પદાર્થો રાખવા, આ સંબંધિત ષડયંત્ર અને સેવન, ખરીદ અને તસ્કરીના આરોપમાં ત્રણ ઓક્ટોબરે ધરપકડ કરી હતી. ત્રણેય આ સમયે ન્યાયિક કસ્ટડીમાં છે.

    આર્યન અને મર્ચેન્ટ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે જ્યારે ધમેચા અહીની બાયકુલા મહિલા કારાગારમાં બંધ છે. મામલામાં આરોપી આર્યન ખાન અને અન્ય સામે એનડીપીએસ કાયદાની કલમ-8 (C), 20 (B), 27,28,29 અને 35 અંતર્ગત મામલો નોંધ્યો હતો.

    ઉલ્લેખનીય છેકે 14 ઓક્ટોબરે આર્યન ખાનને ક્વોરંટીન પુરુ થયા બાદ સ્થાનિક આર્થર રોડ જેલની સામાન્ય બેરેકમાં શિફ્ટ કર્યો હતો. એનસીબીની પ્રારંભિત કસ્ટડ સમાપ્ત થયા બાદ મેજિસ્ટ્રેટે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. અને ન્યાયિક કસ્ટડીમાં મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલી આપ્યો હતો. તેમને સાત દિવસ સુધઈ ક્વોરંટીન રાખવામાં આવ્યા હતા.

    ક્રૂઝ ઉપર એક રેવ પાર્ટીનું આયોજન થયાની ગુપ્ત બાતમીના આધારે એનસીબીની એક ટીમે બે ઓક્ટોબરે સાંજે ગોવા જવા માટે કોર્ડેલિયા ક્રૂઝ ઉપર છાપો માર્યો હતો અને કથિત રીતે ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ છાપા દરમિયાન આર્યન ખાન, અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધમેચા સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ-શાહીર શેખે સાદગીથી ઉજવી પહેલી વેડિંગ એનિવર્સરી, પત્ની રુચિકા કપૂરે શેર કરી ફીલિંગ્સ

    ઉલ્લેખનીય છે કે જેલમાં રહેલા આર્યન ખાનને પોતાના પિતા શાહરુખ ખાન અને માતા ગૌરી ખાન સાથે વીડિયો કોલ ઉપર વાત થઈ હતી. ત્યારબાદ આર્યન ખાનને તેના પિતા તરફથી 4500 રૂપિયાનું એક મની ઓર્ડર પણ મળ્યું હતું. જેનાથી તે જેલમાં કેન્ટીનમાંથી સામાન ખરીદી શકે.

    આ પણ વાંચોઃ-શું તમને ખબર છે રેખાની 6 બહેનો છે? ચમકદમકથી દૂર આ ફીલ્ડમાં બનાવ્યો છે દબદબો

    બંને પક્ષની દલીલો

    એનસીબીના કહેવા પ્રમાણે આર્યન ઈન્ટરનેશનલ ડ્રગ પેડલર્સ સાથે કનેક્શન ધરાવે છે. આ એક મોટું ષડયંત્ર છે જેની તપાસ થાય તે જરૂરી છે. આર્યન અરબાઝ પાસેથી ડ્રગ્સ લેતો હતો.

    આ પણ વાંચોઃ-PHOTOS: વ્હાઈટ મોનોકિની પહેરીને ‘સ્લમડોગ મિલ્યનેર’ એક્ટ્રેસ ફ્રીડા પિન્ટોએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

    આ તરફ આર્યન ખાનના વકીલ અમિત દેસાઈએ સ્ટારકિડની ધરપકડને પાયાવિહોણી ગણાવી છે. તેમના કહેવા પ્રમાણે આર્યન પાસેથી કોઈ જ ડ્રગ્સ નથી મળી આવ્યું. તે સિવાય એનસીબીને કોઈ રોકડ પણ નથી મળી. જે વ્યક્તિએ આર્યનને પાર્ટીમાં બોલાવેલો તેની ધરપકડ નથી થઈ. આર્યનને મુનમુન ધમેચા સાથે કોઈ જ કનેક્શન નથી.
    Published by:ankit patel
    First published: