શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ શેર કરી પર્સનલ ચેટનો સ્ક્રીનશૉટ, એક્ટ્રેસ ભડકી

News18 Gujarati
Updated: June 13, 2020, 4:32 PM IST
શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ શેર કરી પર્સનલ ચેટનો સ્ક્રીનશૉટ, એક્ટ્રેસ ભડકી
અભિનવ અને શ્વેતા

શ્વેતા તિવારીના બીજા પતિ અભિનવ કોહલીએ હાલમાં જ એક નિવેદન આપ્યું છે.

  • Share this:
શ્વેતા તિવારી (Shweta Tiwari) અને અભિનવ કોહલી (Abhinav Kohli) શું હાલ સાથે રહી રહ્યા છે? આ સવાલ તમામ લોકોના મનમાં ઊભો થયો છે કારણ કે આ મામલે કેટલીક ખબરો સામે આવી રહી છે. હાલમાં જ અભિનવે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે અને શ્વેતા અલગ નથી થયા અને બંને હજી પણ સાથે રહે છે. અભિનવે શ્વેતા સાથે પોતાની વાતચીતનો એક સ્ક્રીનશૉટ (Screenshot of Personal Chat) પણ શેર કર્યો છે. જે સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરસ થઇ રહ્યો છે. આ ખબર પર હવે શ્વેતા તિવારીનું નિવેદન પણ બહાર આવ્યું છે.

શ્વેતા તિવારીના બીજા પતિ અભિનવ કોહલીએ હાલમાં જ એક નિવેદન આપ્યું છે. જેણે તમામ લોકોને અચરજમાં પાડ્યા છે. આ ખબરો પછી અભિનવ અને શ્વેતાની વાતચીતનો સ્ક્રીનશોર્ટ પણ વાયરસ થયો છે. આ ચેટ 12 એપ્રિલની કહેવામાં આવે છે. જેમાં અભિનવ કહે છે કે કાલે મારે ફરી જવું પડશે ફૂડ પ્રોસેસરનું વોરંટી કાર્ડ ક્યાંક પડી ગયું છે. અભિનવનો દાવો છે કે આ વાતચીત તેમણે શ્વેતા તિવારીથી કરી છે. જે પર શ્વેતા મેસેજ કરે છે કેવી રીતે? પછી બીજા મેસેજમાં લખે છે કે લવૂ (પલક તિવારી)ને પણ જવાનું છે. અભિનવ કહે છે કે લવૂને પણ લઇ જઇશું. શ્વેતા તિવારી પછી લખે છે કલ પેટ્રોલ પણ ભરાવાનું છે. તો અભિનવ લખે છે કે હા આ પણ એક કામ છે.


આ સિવાય અભિનવના શ્વેતાની ફોટો શેર કરતા લખ્યું છે કે મે કેટલીક ખબરો વાંચી કે શ્વેતાએ કોઇ ફરિયાદ નથી નોંધાવી ના તેમણે મારી વિરુદ્ધ કોઇ ઘરેલૂ હિંસાનો કેસ પણ દાખલ નથી કરાવ્યો. ના ગત 12 વર્ષમાં તે તેની કે તેની પુત્રીથી કોઇ ખોટી વાત કહી છે. 11 ઓગસ્ટ 2019ના રોજ શ્વેતાએ કોઇ ફરિયાદ દાખલ નથી કરાવી. અને આ ફરિયાદ વિષે ડીસીપી સાહેબે પણ તે જ દિવસે જણાવ્યું હતું. જે દિવસે તે ઇન્ટરનેટ પર આવ્યું હતું.


તો બીજી તરફ અભિનેત્રી શ્વેતા તિવારીએ એક્સ હસબંડ અભિનવ કોહલી સાથે રહેવાની ખબરોને ફગાવી છે. શ્વેતા તિવારીએ કહ્યું કે હું અને અભિનવ સાથે નથી રહી રહ્યા. આજકાલ કોઇ કંઇ પણ બોલી દે છે અને તે છપાઇ જાય છે. આનાથી સમજાય છે કે લોકો કેટલું ખોટું બોલે છે.
First published: June 13, 2020, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading