રાજ કુન્દ્રાની સાથે શિલ્પા શેટ્ટીનાં ઘરે પહોંચી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, આમને સામને કરી શકે છે પૂછપરછ

(File Photo)

રાજ કુન્દ્રા (Raj Kundra)ની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે. અને તે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. રાજ કુન્દ્રા અંગે મુંબઇ ક્રાઇમ બ્રાચની ટીમ શિલ્પા શેટ્ટીનાં ઘરે પહોંચી ગઇ છે. મુંબઇ પોલીસ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને આમને-સામને બેસાડી પૂછપરછ કરી શકે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિઝનેસમેન અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નાં પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ને મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મો બનાવવાં અને કેટલીક એપ દ્વારા પ્રસારિત કરવા મામલે સોમવારે રાત્રે ધરપકડ કરી હતી. રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે. અને તે શિલ્પા શેટ્ટી માટે મુશ્કેલી ઉભી કરી રહ્યાં છે. રાજ કુન્દ્રા અંગે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શિલ્પા શેટ્ટીનાં ઘર સુધી પહોંચી ગઇ છે. મુંબઇ પોલીસ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને આમને સામને બેસાડી પૂછપરછ કરી શકે છે.

  શુક્રવારે 23 જૂલાઇનાં મુંબઇની કોર્ટે રાજની જ્યુડિશિયલ કસ્ટડી 27 જુલાઇ સુધી વધારી દીધી છે. આ દરમિયાન તેનાં સહયોગી રેયાન થોર્પેની પણ અટકાયત થઇ ગઇ છે. રાજ કુન્દ્રાને ભાયખલા જેલથી કોર્ટમાં લઇ જવામાં આવ્યાં. જ્યાં પોલીસની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે તેની પોલીસ કસ્ટડી 5 દિવસ માટે વધારી દીધી છે. ફેબ્રુઆરી 2021માં સામે આવેલાં કેસમાં અત્યાર સુધીમાં રાજ કુન્દ્રા સહિત 11 લોકોની ધરપકડ થઇ ગઇ છે. મુંબઇ પોલીસે કોર્ટને રાજ કુન્દ્રાનાં સાત દિવસનાં અને પોલીસ અટકાયતમાં રાખવાની માંગણી કરી હતી. પોલીસે કોર્ટને કહ્યું હતું કે, હજુ આ કેસમાં વધુ તપાસ થવા અને પૂરાવા મળવાનાં બાકી છે. જે માટે તેમને વધુ સમય જોઇએ છીએ.

  સામે આવતી માહિતી મુજબ રાજ કુન્દ્રાની એપ Hotshot પર પોર્ન ફિલ્મો બનાવવાં માટે દરરોજ એક નવું વોટ્સ એપ ગ્રુપ (What's app Group) બનાવવામાં આવતું હતું. તો બીજી તરફ રાજ કુન્દ્રા તેનાં આ બિઝનેસમાં ફૂંકી ફૂંકીને કદમ મુકતો હતો. રાજને સારી રીતે અહેસાસ હતો કે ક્રાઇમ બ્રાન્ચની નજર તેનાં પર છે અને ક્યારેય પણ રેઇડ પડી શકે છે. અને આ માટે તેમે IT ટીમ પાસે 2 ટીબી ડેટા ડિલીટ કરાવ્યો હતો.

  રાજ કુન્દ્રાની એપ હોટશોટનાં શૂટ માટે દરરોજ નવું વોટ્સએપ ગ્રુપ બનાવતો હતો. જે દિવસે શૂટ થતો હતું ગ્રુપનું નામ તે દિવસ ઉપર રાખવામાં આવતું હતું. એવાં જ કંઇક ગ્રુપ ન્યૂઝ 18નાં હાથે લાગ્યા છે. જેમાં આર્ટિસ્ટનાં નામની સાથે ન્યૂડ લખી સેવ કરવામાં આવ્યાં છે. તો મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કેટલીક અહમ જાણકારી સામે આવી છે. ફેબ્રુઆરીમાં આ કેસમાં FIR દાખલ કરવામાં આવી અને ગહેના વશિષ્ઠ સહિત કેટલાંક આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. તે સમયે રાજ કુન્દ્રાએ પણ વિયાન કંપનીનાં હાજર સર્વરથી આશરે 2TB ડેટા ડિલીટ કરાવ્યું હતું. રાજ કુન્દ્રાનાં કહેવા પર તેની IT ટીમે કહ્યું કે, ડેટા ડિલીટ કર્યો કારણ કે કુન્દ્રાને આ આભાસ થઇ ગયો હતો કે ક્રાઇમ બ્રાન્ચ ક્યારેય પણ તેનાં સુધી પહોંચી શકે છે.

  ઇનપુટ- પારસ અને વિવેક ગુપ્તા
  Published by:Margi Pandya
  First published: