Home /News /entertainment /ટીવી જગતની પીચ પર સટાસટી બોલાવવા તૈયાર શિખર ધવન, આ ફેમસ સિરિયલમાં ભજવશે પોલીસની ભૂમિકા
ટીવી જગતની પીચ પર સટાસટી બોલાવવા તૈયાર શિખર ધવન, આ ફેમસ સિરિયલમાં ભજવશે પોલીસની ભૂમિકા
ધવન હવે લોકપ્રિય સીરિયલમાં એક્ટિંગનો જાદુ ચલાવતો જોવા મળશે.
શિખર ધવન હવે બહુ જલ્દી નાના પડદાના ફેમસ શો 'કુંડલી ભાગ્ય'માં જોવા મળશે. ધવન હવે લોકપ્રિય સીરિયલમાં એક્ટિંગનો જાદુ કરતો જોવા મળશે. ક્રિકેટ બાદ હવે મનોરંજન ક્ષેત્રમાં પણ તેની કારકિર્દી ધમાકેદાર રહે તેવી અપેક્ષા છે.
ભારતના ખ્યાતનામ ક્રિકેટર શિખર ધવન (Shikhar Dhawan) થોડા સમયથી ક્રિકેટ ટીમમાં જોવા મળતો નથી. અલબત્ત તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની પોસ્ટ અવાર નવાર વાયરલ થાય છે. હવે તેઓ મનોરંજન જગતમાં પણ સેટ થવા જઈ રહ્યા છે.
શિખર ધવન નાના પડદા પર જોવા મળશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિખર ધવન હવે બહુ જલ્દી નાના પડદાના ફેમસ શો 'કુંડલી ભાગ્ય'માં જોવા મળશે. ધવન હવે લોકપ્રિય સીરિયલમાં એક્ટિંગનો જાદુ ચલાવતો જોવા મળશે. ક્રિકેટ બાદ હવે મનોરંજન ક્ષેત્રમાં પણ તેની કારકિર્દી ધમાકેદાર રહે તેવી અપેક્ષા છે.
કુંડલી ભાગ્યમાં સૃષ્ટિ અરોરાની ભૂમિકા ભજવતી અભિનેત્રી અંજુમ ફકીહ સાથે તેની ઘણી તસવીરો વાયરલ થઇ રહી છે. આ ઉપરાંત ધવને પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં ધવન ગુંડાઓને 'સિંઘમ' બનીને માર મારતો જોવા મળી રહ્યો છે.
શિખર ધવન પોલીસ ગેટઅપમાં જોવા મળે છે. આ અમુક સેકન્ડનો જ છે. વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં શોનો સેટ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. કેપ્શનમાં સિંઘમ ફિલ્મના એક ડાયલોગનો ઉચ્ચાર કરતા ધવને લખ્યું છે કે, 'આલી રે આલી, આતા તુઝી બારી આલી...
આ સિવાય અંજુમ ફકીહે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શિખર ધવન સાથેનો ફોટો પણ શેર કર્યો છે. તેણે તેની તસવીરો સાથે લખ્યું છે, ધવન પણ અને દબંગ પણ..
અહીં ઉલ્લેખનીય છે કે, ધવન અગાઉ અભિનય કરી ચૂક્યો છે. તે પહેલા સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી સ્ટારર બોલિવૂડ ફિલ્મ 'ડબલ એક્સએલ'માં કેમિયો રોલ કરતો જોવા મળ્યો હતો. જો કે કુંડલી ભાગ્યમાં ધવનનો રોલ કેટલો મોટો હશે તે અંગે કોઇ માહિતી સામે આવી નથી.
શિખર ધવન વર્તમાન સમયે ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જો કે તે એક્ટિંગની દુનિયામાં પણ પોતાનું નસીબ અજમાવી રહ્યો છે. થોડા મહિના બાદ ધવન આઈપીએલ 2023માં પંજાબ કિંગ્સ ઇલેવન તરફથી રમતો જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર