KL Rahul Athiya Shetty Wedding : કે એલ રાહુલ (KL Rahul) અને આથિયા શેટ્ટી (Athiya Shetty) ગત વર્ષે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાના પ્રેમ સંબંધ વિશે ફેન્સને જણાવ્યું હતું અને ડેટિંગ (KL Rahul Athiya Shetty Marriage) ની વાત સ્વીકારી હતી. ત્યારથી આથિયા પોતાના ફેન્સ સાથે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફની રસપ્રદ તસવીરો અને વિડીયો શેર કરી રહી
બોલિવૂડમાં જાણે હાલ લગ્નની સિઝન (Wedding Season in Bollywood) ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન (Alia Bhatt & Ranbir Kapoor Marriage) કરીને હંમેશા માટે એકબીજાના થઇ ચૂક્યા છે. ત્યારે હવે વધુ એક સેલિબ્રિટી કપલ શરણાઇઓ વગાડવાની તૈયારીઓ કરી રહી હોવાના અહેવાલો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અભિનેત્રી આથિયા શેટ્ટી (Athiya Shetty) અને ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) આ વર્ષના અંતમાં લગ્ન (Marriage) કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, કપલ એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યું છે. મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે કપલ શિયાળામાં લગ્ન કરશે અને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પિંકવિલાના અહેવાલો મુજબ કપલ દક્ષિણ ભારતીય રીત-રિવાજથી લગ્ન (South Indian Wedding) કરશે.
વિન્ટર વેડિંગની તૈયારી કરી રહ્યું છે કપલ
એક સૂત્રએ પબ્લિકેશનને જણાવ્યું હતું કે આથિયાના માતાપિતા બંને રાહુલને પસંદ કરે છે અને જો બધું બરાબર રહ્યું તો તેઓ આ વર્ષ પૂરું થાય તે પહેલાં લગ્ન કરી લેશે. આપને જણાવી દઇએ કે, સુનીલ શેટ્ટીનો જન્મ મુલ્કી, મેંગલોરમાં થયો છે અને રાહુલ પણ મેંગલોરથી છે. તેથી જ આથિયા અને રાહુલના લગ્ન પણ સાઉથ ઇન્ડિયન રીત રિવાજ પ્રમાણે થઇ શકે છે. જોકે, હજુ સુધી આ અંગે કોઇ ઓફિશિયલ નિવેદન બહાર આવ્યું નથી.
કપલે ઇન્સ્ટાગ્રામ પર સ્વીકારી હતી ડેટિંગની વાત
રાહુલ અને આથિયાએ ગત વર્ષે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાના પ્રેમ સંબંધ વિશે ફેન્સને જણાવ્યું હતું અને ડેટિંગની વાત સ્વીકારી હતી. ત્યારથી આથિયા પોતાના ફેન્સ સાથે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફની રસપ્રદ તસવીરો અને વિડીયો શેર કરી રહી છે. તાજેતરમાં જ તેના બીએફ કેએલ રાહુલના 30મા જન્મદિવસ પર અભિનેત્રીએ રાહુલ માટે ખાસ રોમેન્ટિક નોટ લખી હતી. એટલું જ નહીં આથિયાએ બંનેની ક્યૂટ તસવીર પણ શેર કરી હતી.
અભિનેત્રી આથિયા ઇન્સ્ટાગ્રામ પર રાહુલ સાથેની કેટલીક ખાસ પળો વિતાવતી તસવીરો શેર કરી હતી. તેણીએ તેમના રોમેન્ટિક સમયની યાદ અપાવતાં કેટલાક મોનોક્રોમેટિક સ્નેપ્સ પોસ્ટ કર્યા. પહેલી તસવીર એક સ્નેપ પીએફ અથિયા છે, જેમાં તે હસતા હસતાં રાહુલને ભેટે છે. બીજી તસવીરમાં રાહુલ અને આથિયા વૃક્ષોથી ઘટાદાર રસ્તામાં એકબીજાનો હાથ પકડીને ચાલી રહ્યા છે અને ત્રીજી તસવીરમાં રાહુલ અને આથિયા સાથે ટ્રાવેલ કરી રહ્યા છે, તેમજ બંને એકબીજાની બાજુમાં સીટમાં બેઠા છે. આથિયાએ આ પોસ્ટમાં રાહુલને પણ ટેગ કર્યો છે. કપલની આ તસવીરો તેમના ખુશહાલ અને પ્રેમભર્યા સંબંધની સાક્ષી પૂરે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર