ઘરમાં બંધ વિરાટ સાથે થઇ રસપ્રદ ઘટના, પત્ની અનુષ્કાએ વાળ પકડીને...

News18 Gujarati
Updated: March 28, 2020, 1:03 PM IST
ઘરમાં બંધ વિરાટ સાથે થઇ રસપ્રદ ઘટના, પત્ની અનુષ્કાએ વાળ પકડીને...
આ લિસ્ટમાં ટોપના સ્થાને છે ફૂટબોલના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. જેમણે આ સમયમાં ઇન્સ્ટાગ્રામથી 17 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો બીજા સ્થાને છે રોનાલ્ડો જેમણે 12 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બ્રાઝિલના સ્ટાર ખેલાડી નેમાર જૂનિયરે પણ 11 કરોડની કમાણી સાથે ત્રીજા સ્થાને નામ મેળવ્યું છે.

"ક્વારંટાઇન સમયમાં તેવું થાય છે કે તમે તમારા રસોડાની કાતરથી તમારા વાળ કાપો છો." - વિરાટ

  • Share this:
દુનિયાભરના બાકી ખેલાડીઓની જેમ જ વિરાટ કોહલી (Virat Kohli) પણ હાલમાં કોરોના વાયરસ (Coronavirus) કારણે પત્ની (Anushka Sharma) અનુષ્કા શર્મા સાથે ઘરમાં બંધ છે. ભારત સરકારે 21 દિવસનો લોકડાઉન જાહેર કર્યો છે. અને આ દરમિયાન વિરાટ અને અનુષ્કા ઘરમાં જ રહી પોતાની જાતને સુરક્ષિત રાખી રહ્યા છે. જો કે આ દરમિયાન તેઓ સોશિયલ મીડિયા પર રસપ્રદ વીડિયો શેર કરી રહ્યા છે. અને લોકોને પોતાના આ ટાઇમ તે કેવી રીતે પસાર કરે છે તે જણાવી રહ્યા છે. જો કે આવા સમયે વિરાટ કોહલી સાથે એક રસપ્રદ ઘટના બની. જેનો વીડિયો અનુષ્કા શર્માએ શેર કર્યો છે.

અનુષ્કા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોહલીનો વાળ કાપતો વીડિયો શેર કર્યો છે. જેમાં કોહલી કહ્યું કે "ક્વારંટાઇન સમયમાં તેવું થાય છે કે તમે તમારા રસોડાની કાતરથી તમારા વાળ કાપો છો. જો કે અનુષ્કા આ સમયે બહુ મહેનતથી વાળ કાપે છે અંતમાં કોહલીએ કહ્યું કે મારી સુંદર પત્નીએ આપેલ સરસ હેરસ્ટાઇલ" આ સાથે જ કોહલીએ પોતાના હેરકટ અને તેના લૂકની તસવીરો પણ શેર કરી છે.


ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનુષ્કાએ તેના ફોલોવર્સને સારી રીતે હાથ કેવી રીતે સાફ કરવા તે વીડિયો દ્વારા સમજાયું હતું. વધુમાં વિરાટ અને અનુષ્કાએ તેમના ફેન્સને ઘરમાં રહેવા માટે અપીલ કરતો એક વીડિયો પણ શેર કર્યો હતો. અને લોકોને ઘરમાં જ રહેવાની બંને સ્ટારે અપીલ કરી હતી.
First published: March 28, 2020, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading