વિરાટ કોહલી સાથે ભાવુક થઇ અનુષ્કા શર્મા, સોશિયલ મીડિયામાં આપ્યો આ મેસેજ

News18 Gujarati
Updated: April 1, 2020, 4:19 PM IST
વિરાટ કોહલી સાથે ભાવુક થઇ અનુષ્કા શર્મા, સોશિયલ મીડિયામાં આપ્યો આ મેસેજ
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

"આ સમયે જ્યાં કોરોના વાયરસના કારણે બધુ નિરાશાજનક લાગી રહ્યું છે ત્યારે...": અનુષ્કા શર્મા

  • Share this:
કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ભારત (India)માં લોકો લોકડાઉનમાં રહી પોતાની જાતને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખી રહ્યા છે. જો કે આ પરિવાર સાથે સારો સમય વ્યતિત કરવાનો એક સારો સમય છે. ત્યાં જ બીજી તરફ આ કપરી સ્થિત કેટલાક લોકો માટે જીવતા રહેવું એક સંધર્ષ બની ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેમની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) હાલમાં જ તેમના ફેન્સ માટે એક તસવીર શેર કરી છે. અને સાથે જ એક ભાવુક મેસેજ પણ આપ્યો છે.

અનુષ્કા શર્માએ જે તસવીર શેર કરી છે તેમાં તે વિરાટ કોહલી અને તેમના પાળતૂ શ્વાસ સાથે મસ્તી કરી રહ્યા છે. અને બંને ખુબ જ ખુશ દેખાઇ રહ્યા છે. આ તસવીરના કેપ્શનમાં અનુષ્કાએ લખ્યું છે કે "દરેક મુશ્કેલ સમયમાં કંઇકને કંઇ સારું થાય છે. આ સમયે જ્યાં કોરોના વાયરસના કારણે બધુ નિરાશાજનક લાગી રહ્યું છે ત્યારે તેવો પણ કેટલોક સમય છે જેમાં કંઇ સારું થઇ રહ્યું છે. આ સમયે આપણે મજબૂર કર્યા છે કે આપણે વિચારીએ કે ખરેખરમાં આપણા માટે મહત્વનું શું છે. મારા માટે હાલ ખાવું, પીવું, માથે છત અને પરિવારનો સ્વાસ્થય મહત્વનો છે. આ સિવાય જે મળે છે તે બોનસ છે. જેનો હું આભાર વ્યક્ત કરું છું. પણ મને જે મળી રહ્યું છે તેવું પણ કેટલાક પાસે નથી અને આવા લોકો માટે હું પ્રાર્થના કરું છું."
View this post on Instagram

Every dark cloud had a silver lining. And this time, while it may seem like the worst time and in so many ways it actually is, has also forcefully made us all stop and deal with things we might have been running away from because either we were ‘busy’ or it was convenient to say we were 'busy'. If this time is respected for what it is, it will enable more light to shine through. This time has also made us all realise what's truly important. For me just having food, water and a roof over my head and the good health of my family seems MOST important. Everything else is a bonus that I bow my head in gratitude for. But, that which we call 'basic' is not so basic for everyone after looking at all the people who struggle for just those few things. My prayers with them and their families. May everyone be safe and secure. This time has surely made me more reflective. This need to stay at home with your loved ones has been forced upon the entire world but there is a deep lesson for us all. There is a lesson to strive for work and life balance ( I've valued and strived for this dearly for many years now ), there is a lesson to devote more time in things that actually matter. Today, when I'm surrounded by all the blessings in my life, I just want to tell everyone how much compassion I feel for everyone who I see suffer. I want to help as many possible in the best of my abilities. I feel pride in our resilience to be better human beings. I can instinctively feel this in and around me. We will all have our individual and subjective lessons from this time and hopefully, such lessons will continuously stay with us all.

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on



અનુષ્કાએ આગળ કહ્યું કે આ સમયે આપણે ખૂબ જ સારું શીખવ્યું છે. ઘર રહીને અમને તે વાત સમજાય છે કે આપણે કામ અને પોતાની વ્યક્તિગત જીવનથી તાળમેલ બનાવવો જોઇએ. તેવી વસ્તુઓને વધુ મહત્વ આપવું જોઇએ જે આપણા માટે જરૂરી હોય. હું ઇચ્છું છું કે હું વધુને વધુ લોકોની મદદ કરું.

ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કાએ સોમવારે કોરોના વાયરસ સામેની જંગમાં પીડિતોને આર્થિક સહાય રૂપે એક રકમ દાનમાં આપી છે. જો કે આ રકમ કેટલી છે તેનો ખુલાસો તેમણે નથી કર્યો. વિરાટ સિવાય સુરેશ રૈના, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને બીસીસીઆઇ પણ પીએમ કેરમાં આર્થિક સહાય કરી છે.
First published: April 1, 2020, 3:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading