અલાઉદ્દીન, લખનઉ : બૉલિવૂડની સિંગર કનિકા કપૂર (Kanika kapoor) લંડનથી (London) આવ્યા બાદ કોરોનાની (corona virus) (corona) શંકાસ્પદ દર્દી હોવા છતા એક પાર્ટીની હોસ્ટ બની હતી. કનિકા કપૂર હાલમાં કોરોનાની સારવાર લઈ રહી છે અને લખનઉની (Lucknow) એસજીપીઆઈ હૉસ્પિટલમાં દાખલ છે. પાર્ટી યોજી અને અનેક નેતા,અભિનેતાઓને કોરોનાના જોખમમાં મૂકનારી કનિકા પહેલાંથી રાષ્ટ્રીય ટીકાનો સામનો કરી રહી છે ત્યારે હવે કનિકાએ હૉસ્પિટલમાં નખરા કરતા હૉસ્પિટલ સંચાલકોએ તેનો ઉધડો લીધો છે.
જોકે, આ મામલે લખનઉ સ્થિત એસજીપીજીઆઈના ડિરેક્ટરએ કડક વલણ અપનાવ્યું છે. વળી, તેમણે કહ્યું કે કનિકાને પહેલાંથી જ ઘણી સારી સુવિધા આપવામાં આવી રહી છે. પરંતુ તેણે સમજવું પડશે કે તેઓ અહીં દર્દી છે, સેલિબ્રિટી નહીં. તેઓએ. કનિકાને સારી સુવિધા હોવા છતાં હૉસ્પિટલમાં પણ અલગથી ભોજન જોઈએ છે. આમ પહેલાં લોકોને કોરોનાના જોખમમાં મૂક્યા અને ટીકાપાત્ર બની હવે અણછાજતું વર્તન કરી અને બૉલિવૂડની 'બેબીડોલ' ટીકાનો સામનો કરી રહી છે.
'ઉલટા ચોર કોતવાલ કો ડાંટે'
ચોમેર ટિકાનો સામનો કરી રહેલી કનિકાની સ્થિતિ
'ઉલટા ચોર કોતવાલ કો ડાંટે' જેવી થઈ છે. એક બાજુ તે સારૂં વર્તન કરી રહી નથી બીજી બાજુ તેણે આ બધી જોઈતી સુવિધા ન મળે તો હૉસ્પિટલના સ્ટાફનો વિરોધ કરવાની ધમકી આપતા હાહાકાર મચી ગયો છે.
કનિકાની પાર્ટીમાં નેતા અભિનેતા, અધિકારઓનો મેળવડો હતો
દરમિયાન કનિકા કપૂર કોરોના સંક્રમિત જાહેર થઈ તે પહેલાં એક ભવ્ય પાર્ટીમાં ગઈ હતી. તેણે યોજાયેલી આ પાર્ટીમાં નેતા-અભિનેતા, અધિકારીઓનો મેળાવડો હતો જેમાં ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, સાંસદ દુષ્યંત સિંઘ ઉપસ્થિત હતા. સદનસીબે આ બંને નેતાના કોરોના ટેસ્ટા નેગેટિવ આવ્યા છે.
Published by:News18 Gujarati
First published:March 22, 2020, 09:01 am