પૂજા હેગડેએ ઓક્સિમીટરનો ઉપયોગ કરવા અંગે આપી જાણકારી

પૂજા હેંગડે

પૂજાએ કહ્યું કે, 'હું એકદમ સ્વસ્થ ગઈ છું, મેં કોરોનાને હરાવ્યો છે અને મારો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે.” અભિનેત્રીએ તેના ફેન્સનો અને એ તમામ લોકોનો આભાર માન્યો કે જેમણે તેના જલ્દીથી સ્વસ્થ થવાની કામના કરી હતી.'

  • Share this:
તાજેતરમાં સાઉથ અભિનેત્રી પૂજા હેગડેએ કોરોનાને હરાવ્યો છે. ગુરુવારે અભિનેત્રી પૂજા હેગડેએ પલ્સ ઓક્સિમીટરનો કેવી રીતે ઉપયોગ કરવો તેનો ટ્યુટોરિયલ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શરે કર્યો છે. સાથે જ તેણે કોરોનાના દર્દીઓએ ઓક્સિમીટરનો ઉપયોગ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તેની પણ જાણકારી આપી છે.

અભિનેત્રીએ કેપ્શનમાં જણાવ્યું કે જ્યારે તેને કોરોના થયો ત્યારે તેમને ઓક્સિજનના સ્તર પર સતત ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી હતી. હોમ ક્વોરન્ટાઈન હોવાના કારણે તેઓ ઓક્સિમીટરનો ઉપયોગ યોગ્ય રીતે કરી રહી ન હતી, જેથી ડોકટરે ઓક્સિમીટરનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની સલાહ આપી. ત્યારે તેણીને લાગ્યું કે આ વાતની જાણકારી અન્ય લોકો સુધી પહોંચાડવી જરૂરી છે, નાની-નાની જાણકારી પણ કોરોનાને દૂર કરવા માટે ઉપયોગી છે.

અભિનેત્રીએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં અભિનેત્રીએ ઓક્સિમીટરનો ઉપયોગ કરવા માટે 6 મહત્વના સ્ટેપની જાણકારી આપી છે. 1. અભિનેત્રીએ નેઈલ પેઈન્ટ દૂર કરવાની અને હાથને સ્વચ્છ રાખવાની સલાહ આપી છે. 2. ઓક્સિમીટરનો ઉપયોગ કરતા પહેલા 5 મિનિટ આરામ કરો. 3. આંગળીમાં ઓક્સિમીટર લગાવો. 4. ઓક્સિમીટર લગાવીને હાથને ચેસ્ટ લેવલ પર રાખો. 5. એક મિનિટ સુધી ઓક્સિમીટરને આંગળીમાં લગાવેલ રાખો. 6. હાઈએસ્ટ ઓક્સિજન સ્તર તમારુ ફાઈનલ ઓક્સિજન લેવલ છે.
View this post on Instagram


A post shared by Pooja Hegde (@hegdepooja)


છેલ્લી પોસ્ટમાં અભિનેત્રીએ તેના ફેન્સને કોરોના વાયરસથી રિકવર થઈ ગઈ હોવાની જાણકારી આપી છે. અભિનેત્રીને ગયા મહિને કોરોના વાયરસથી સંક્રમિત થઇ હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેનો સુંદર ફોટો શેર કરીને તેની રિકવરીની જાણકારી આપી છે. તેણે કહ્યું કે, “હું એકદમ સ્વસ્થ ગઈ છું, મેં કોરોનાને હરાવ્યો છે અને મારો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે.” અભિનેત્રીએ તેના ફેન્સનો અને એ તમામ લોકોનો આભાર માન્યો કે જેમણે તેના જલ્દીથી સ્વસ્થ થવાની કામના કરી હતી.

અભિનેત્રી પેન-ઈન્ડિયા પ્રોજેક્ટ રાધે શ્યામમાં અભિનેતા પ્રભાસ સાથે પ્રેરણાના રોલમાં જોવા મળશે. આ પીરિયોડિક ડ્રામા રાધા કૃષ્ણા કુમાર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવ્યું છે.
First published: