ICUમાં દાખલ અનિરુદ્ધ દવેની કોરોના સામે જંગ ચાલુ, પત્નીએ કહ્યું 'દુઆ કરો'

ICUમાં દાખલ અનિરુદ્ધ દવેની કોરોના સામે જંગ ચાલુ, પત્નીએ કહ્યું 'દુઆ કરો'
(photo credit: instagram/@shubhiahuja)

હાલમાં જ અનિરુદ્ધ દવે (Anirudh Dave)ની પત્ની શુભી આહુજા (Shubhi Ahuja)એ જણાવ્યું હતું કે, એક્ટરની હાલત નાજૂક છે. હવે શુભીએ એક પોસ્ટ શેર કરી છે. અને આ પોસ્ટ દ્વારા શુભીએ ફરી એક વખત તેનાં અને અનિરુદ્ધ દવેનાં ફેન્સને તેમનાં માટે દુઆ માંગવા અપીલ છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી જગતનાં જાણીતા એક્ટર અનિરુદ્ધ દવે (Anirudh Dave) હાલમાં કોરોનાની ચપેટમાં છે. એક્ટરે પોતે સોશિયલ મીડિયા દ્વારા તેનાં ફેન્સ સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, તે કોરોના પોઝિટિવ છે. અનિરુદ્ધ દવે (Anirudh Dave Covid Positive)એ 23 એપ્રિલનાં એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમને કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી હતી. હાલમાં જ અનિરુદ્ધ દવેની પત્ની શુભી આહુજાએ જણાવ્યું કે, એક્ટરની હાલત ઠીક નથી હવે શુભીએ વધુ એક પોસ્ટ શેર કરી છે.

    પોતાની પોસ્ટ દ્વારા શુભીએ ફરી એક વખત તેનાં અને અનિરુદ્ધનાં ફેન્સ માટે દુઆઓ માંગવા અપીલ કરી છે. શુભીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યયો છે. જેમાં બંને ગીત ગાતા નજ રઆવે છે. આ વીડિયો શેર કરતાં શુભી લખે છે, 'તુમ હી સુર, તુમ હી સંગીત, તુમ હી સાથી, તુમ હી મીત, તુમસે હી મેરા જહાં સજતા હૈ અનિરુદ્ધ... સાથ આપ અનિરુદ્ધ આપણે જીતી જઇશું.. અનિશ્ક તને બોલાવે છે.. ઘરે બોલાવે છે. સફર હાલાં લાંબો છે. અનિરુદ્ધ તેની લડાઇ લડી રહ્યો છે. અમને આપની દુઆઓની જરૂર છે.



    આ પહેલાં પણ શુભીએ એક અનિરુદ્ધની ફોટો શેર કરી હતી. જેમાં તે તેનાં 2 મહિનાનાં દીકરાની સાથે નજર આવે છે. અનિરુદ્ધની આ ફોટો પર ઘણાં યુઝર્સે કમેન્ટ કરતાં તેનાં જલ્દી ઠીક થવાની કામનાં કરી છે. શુભીએ આ પોસ્ટ જોઇ ઘણાં સેલિબ્રિટીઝ પણ અનિરુદ્ધ ની પોસ્ટ શેર કરી રહ્યાં છે.
    View this post on Instagram

    A post shared by SHUBHHI (@shubhiahuja)




    શુભીએ જણાવ્યું કે, તે તેનાં 2 મહિનાનાં દીકરાને ઘરે મુકીને પતિ અનિરુદ્ધને જોવા ભોપાલ આવી છે. આ તેનાં માટે ખુબજ મુશ્કેલ સમય છે તે તેનાં નાના દીકરાને મુકી નથી શકતી અને તેનાં પતિને હાલમાં તેની જરૂર છે.
    Published by:Margi Pandya
    First published:May 07, 2021, 10:23 am

    ટૉપ ન્યૂઝ