રાજ કુન્દ્રા 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં, શિલ્પા શેટ્ટીની પણ થઇ શકે છે પૂછપરછ

23 જૂલાઇ સુધી ક્રાઇમ બ્રાન્ચને મળી રાજની કસ્ટડી

મુંબઈ ક્રાઇમ બ્રાંચે 19 જુલાઈના રોજ બે કલાક પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરી હતી.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મુંબઈની ક્રાઈમ બ્રાંચે બોલીવૂડની એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની સોમવારનાં મોડી રાત્રે 19 જુલાઈની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજ કુંદ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. રાજ કુન્દ્રાને આજે સવારે 20 જુલાઈનાં રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

  આ કેસમાં હવે ચર્ચા છે કે પોલીસ શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી શકે છે, શિલ્પા મોટાભાગના બિઝનેસમાં પતિની પાર્ટનર રહી છે. માનવામાં આવે છે કે ક્રાઇમ બ્રાંચ ટૂંક સમયમાં શિલ્પાને સમન્સ મોકલી શકે છે. ​​​​​​​

  રાજ કુંદ્રાના ફોનને ફોરેન્સિક તપાસ માટે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ વ્હોટ્સએપ ગ્રુપમાં જોડાયેલો હતો અને આ ગ્રુપમાં પોર્ન ફિલ્મના બિઝનેસની ચર્ચા થતી હતી.  કોર્ટે રાજ કુંદ્રા તથા તેના સાથી રયાન થારપને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજની ધરપકડ બાદ પોલીસે રાજ કુંદ્રાના સાથી રયાન થારપની મુંબઈના નેરુલ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.

  આ પણ વાંચો-પોર્નોગ્રાફી કેસમાં આરોપી RAJ KUNDRA દોષિત જાહેર થાય તો જાણો કેટલાં વર્ષની થાય જેલ?

  ક્યારે દાખલ થયો કેસ?
  રાજ કુન્દ્રા વિરુદ્ધ આ જ વર્ષે ચોથી ફેબ્રુઆરીના રોજ મુંબઈના માલવાની પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાંચે ફરિયાદ આપી હતી. તેમની વિરુદ્ધ ગુના સંખ્યા 103/2021 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાજ કુન્દ્રા વિરુદ્ધ આઈપીસીની કલમ 292, 293, 420, 34 અને આઈટી નિયમની કલમ 67 અને 67A સહિત કલમો લગાવવામાં આવી છે.

  શું છે કેસ?
  હકીકતમાં મુંબઈ ક્રાઇમ બ્રાંચની પ્રૉપર્ટી સેલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બ્રેક આપવાના બહાને મહિલાઓ અને યુવાઓને અશ્લીલ વીડિયો અને પોર્નોગ્રાફીમાં ધકેલી દેવાના એક મોટો રેકેટનો ભાંડાફોડ કર્યો હતો. આ મામલામાં અત્યારસુધી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે પુરુષ અભિનેતા, એક લાઇટમેન તરીકે કામ કરતો વ્યક્તિ અને બે મહિલા સામેલ છે. આ મહિલાઓ વીડિયોગ્રાફર, ફોટોગ્રાફર અને ગ્રાફિક ડિઝાઈનર તરીકે કામ કરતી હતી.
  Published by:Margi Pandya
  First published: