સલમાનનાં ગીત પર આ 'દેશી કપલે' કર્યો ડાન્સ, થઇ રહ્યો છે VIRAL

News18 Gujarati
Updated: November 15, 2019, 11:20 AM IST
સલમાનનાં ગીત પર આ 'દેશી કપલે' કર્યો ડાન્સ, થઇ રહ્યો છે VIRAL
સલમાન ખાનની ફિલ્મ 'મેને પ્યાર કિયા'નાં ગીત પર આ જોડી ડાન્સ કરતી નજર આવે છે.

સલમાન ખાનની ફિલ્મ 'મેને પ્યાર કિયા'નાં ગીત પર આ જોડી ડાન્સ કરતી નજર આવે છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સલમાન ખાન (Salman Khan)ની ફેન ફોલોઇંગની લિસ્ટ ઘણી જ લાંબી છે. પણ આ વખતે જે જોડીએ સલમાન ખાનનાં ગીત પર ડાન્સ કર્યો અને તેનાં 90નાં દાયકાની યાદ અપાવી દીધી છે. સલમાન ખાન અને ભાગ્યશ્રી (Bhagyashree)ની ફિલ્મ 'મેને પ્યાર કિયા' (Maine Pyaar Kiya)નાં ગીત દિલ દીવાના પર ડાન્સ કરતાં નજર આવે છે. બોલિવૂડ ઍક્ટ્રેસ રવીના ટંડન (Raveena Tondon) પાસે પણ જ્યારે આ ડાન્સ વીડિયો પહોચ્યો તો તેણે તુંરત જ આ વીડિયો તેનાં ટ્વિટર પેજ પર શૅર કર્યો હતો. તેમજ લખ્યું હતું કે, 'આજનાં દિવસે જોયલો સૌથી સ્વિટ વીડિયો છે આ.. હાહાહા..'

આ પણ વાંચો-રણવીર-દીપિકાએ પહેલી ઍનિવર્સરીએ કર્યા હરમંદિર સાહિબનાં દર્શન, જુઓ PHOTOS

સોશિયલ મીડિયા પર ભૈયાજી નામનાં અકાઉન્ટ પરથી આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે જે વાયુવેગે વાયરલ થઇ ગયો છે. આ વીડિયોમાં કપલ 'મેને પ્યાર કિયા' ફિલ્મનાં 'દિલ દિવાના..' સોન્ગ પર ડાન્સ કરતાં નજર આવે છે. એટલું જ નહીં આ જોડીએ કપડાં પણ કંઇક આ સોન્ગમાં સલમાન ભાગ્યશ્રીએ પહેર્યા હતાં તેવાં જ પહેર્યા છે. બંને પીળા રંગનાં કપડાંમાં નજર આવે છે.લોકો પણ આ વીડિયોનાં દિલથી વખાણ કરી રહ્યાં છે.

સલમાન ખાનની વાત કરીએ તો હાલમાં તે તેની અપકમિંગ ફિલ્મ 'દબંગ-3'નાં શૂટિંગ અને પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયુ છે જ્યારે આ ફિલ્મ 20 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે.

આ પણ વાંચો-જંગલની વચ્ચે આમિર ખાનની દીકરી ઇરા ખાને કરાવ્યું વાઇલ્ડ Photo Shoot

 
First published: November 15, 2019
વધુ વાંચો
अगली ख़बर