કનિકા કપૂરે પ્રિન્સ ચાર્લ્સ સાથે પણ પાર્ટી કરી હતી કે શું? જૂની તસવીરો થઇ વાયરલ

News18 Gujarati
Updated: March 26, 2020, 7:02 PM IST
કનિકા કપૂરે પ્રિન્સ ચાર્લ્સ સાથે પણ પાર્ટી કરી હતી કે શું? જૂની તસવીરો થઇ વાયરલ
કનિકા કપૂર અને પ્રિન્સ ચાલ્સ

લોકો આ જૂની તસવીરો જોઇને અલગ અલગ કોમેન્ટ સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે તમે પણ વાંચો.

  • Share this:
ઇન્ટરનેટ પર બોલિવૂડ સિંગર કનિકા કપૂર (Karika Kapoor) અને પ્રિન્સ ચાલ્સની તસવીરો હાલ વાયરલ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે કનિકા કપૂરને કોરોના વાયરસના ત્રણ ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. અને તે પછી તેણે ઇન્સ્ટા પર પોતાને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો તે પોસ્ટ પણ ડિલિટ કરી દીધી છે. બીજી તરફ બ્રિટનના ભાવિ રાજા મનાતા પ્રિન્સ ચાલ્સના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. હાલ તેમને સોક્ટલેન્ડ ખાતેના તેમના ઘર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે આ બે ખબરની વચ્ચે સોશિયલ મીડિયામાં કનિકા કપૂર અને પ્રિન્સ ચાલ્સની જૂની તસવીરો વાયરલ થઇ રહી છે.

અને તેમાં લોકો અલગ અલગ પ્રકારની રસપ્રદ કોમેન્ટ કરી રહ્યા છે કે કોણે કોને કોરોના આપ્યો કે પછી શું કનિકાએ પ્રિન્સ ચાલ્સ સાથે પણ પાર્ટી કરી હતી કે કેમ? તમે જ વાંચી લો લોકો પ્રિન્સ ચાલ્સ અને કનિકા કપૂરની આ જૂની તસવીરો વિષે શું શું કહી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે બર્કિંગહામ પેલેસે પોતાના અધિકૃત સ્ટેટમેન્ટમાં પ્રિન્સ ચાલ્સને કોરોનાનું સંક્રમણ થયું હોવાની વાત સ્વીકારી હતી. અને સાથે જ કહ્યું હતું કે હાલ તેમની સ્થિતિ સારી છે. વધુમાં પ્રિન્સની વાઇફ કેમિલિયાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. 71 વર્ષીય પ્રિન્સ ચાલ્સ હાલ સોક્ટલેન્ડ ખાતે સેલ્ફ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે.


તો બીજી તરફ લખનઉમાં સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે કનિકા કપૂર પણ કોરોના માટે સારવાર લઇ રહી છે. તે 9 માર્ચના રોજ લંડનથી લખનઉ પોતાના માતા પિતાને મળવા આવી હતી. અને અહીં તે કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ વિવાદ પણ ઊભો થયો હતો કે કનિકા કોરોના હોવા છતાં પાર્ટી કરી હતી. જો કે તેમની પર આ માટે કરીને જ એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે. અને અત્યાર સુધી તેમણે કોરોનાના ત્રણ વાર ટેસ્ટ કરાવ્યા છે જે તમામમાં તે સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर