કોરોનાનો આતંક: ભૂમિ પેડનેકરે 24 કલાકમાં બે નિકટનાં ગુમાવ્યાં, 3ની હાલત ગંભીર

કોરોનાનો આતંક: ભૂમિ પેડનેકરે 24 કલાકમાં બે નિકટનાં ગુમાવ્યાં, 3ની હાલત ગંભીર
(Photo: @bhumipednekar)

ભૂમિ પેડનેકરનાં નજીકનાં લોકો પણ વાયરસની ચપેટમાં આવી ગયા છે. તેણે તેનાં નજીકનાં 2 લોકોને કોરોના વાયરસને કારણે છેલ્લા 24 કલાકમાં ગુમાવ્યાં છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસની બીજી લહેર દેશભરમાં આતંક મચાવી રહી છે. આ વાયરસનાં સંક્રમણથી કોઇ બચી નથી શકી રહ્યું. ભલે તે અમીર હોય કે ગરીબ. નેતા, મંત્રી કે અભિનેતા. સૌ કોઇને વાયરસ તેની ચપેટમાં લઇ રહ્યું છે. હજારો લોકોનાં મોત કસમયે થયા છે. ઘણાં બધા ઘરોમાં એવાં ઘાવ થઇ ગયા છે જેને ભરવા મુશ્કેલ થઇ ગયા છે.

  આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી ઘણાં લોકો જરુરતમંદોની મદદ પણ કરી રહ્યાં છે. કેટલાંક લોકો એકલે હાથે તો કેટલાંક ગ્રુપ બનાવીને મદદ કરી રહ્યાં છે. બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર (BhumiPednekar) કોરોના સંક્રમણને માત આપ્યા બાદ લોકોની મદદે આવી છે.  વાયરસને માત આપવાનાં અનુભવને તેણે 'કોવિડ વોરિયર' (COVID WARRIOR) બનવા માટે પ્રેરિત કરી છે. એક્ટ્રેસે મેડિકલ સપ્લાયને દુરસ્ત કરવા માટે ઘણાં સંસાધનોની એક લિસ્ટ નબાવી છે. ને તેણે તમામને મદદ માંગી છે. બીજી તરફ ભૂમિએ તેનાં નજીકનાં લોકોને પણ વાયરસની ચપેટમાં જોયા છે. કોરોના વાયરસે ભૂમિથી તેનાં નિકટનાં બે વ્યક્તિઓને છીનવી લીધા છે.  આ વિશે ભૂમિએ ટ્વિટ કરીને માહિતી આપી છે. તેણે લખ્યું છે કે, '24 કલાકમાં મે મારા બે ખુબજ નિકટનાં લોકોને ગુમાવ્યાં છે. જેને અમે ખુબજ પ્રેમ કરતાં હતાં. 3 નજીકનાં લોકોની હાલત ગંભીર છે. હું તે તમામ લોકો માટે ઓક્સિજન અને બેડ્સ શોધવામાં મારો આખો દિવસ વિતાવી દીધો જેને અમે બચાવી શકીએ છીએ। દુખ માટે હવે જગ્યા નથી. ફક્ત એક્શન. આ સ્થિતિ સ્માપ્ત થાય તેનો ઇન્તઝાર કરવો મુશ્કેલ છે. પ્લીઝ આપનું યોગદાન આપો.'  ભૂમિએ થોડા સમય પહેલાં જ 'બધાઇ દો'ની શૂટિંગ પૂર્ણ કરી છે. આ પહેલાં તમે તેને 'જોર લગા કે હઇશા..' 'શુભ મંગલ સાવધાન', 'ટોયલેટ-એક પ્રેમ કથા' તેમજ 'સાંડ કી આંખ' જેવી ફિલ્મમાં જોઇ ચુક્યા છો.
  Published by:Margi Pandya
  First published:May 03, 2021, 17:46 pm

  ટૉપ ન્યૂઝ